Get The App

સ્પાઈસ જેટની ઉપરાછાપરી અનેક ફલાઈટ ખોરવાતાં એરપોર્ટ પર ધમાલ

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
સ્પાઈસ જેટની ઉપરાછાપરી  અનેક  ફલાઈટ ખોરવાતાં  એરપોર્ટ પર ધમાલ 1 - image

પ્રવાસીઓની બોલાચાલી, સુત્રોચ્ચારોથી ટર્મિનલ ગાજ્યું

મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટનો માર્ચ મહિનાનો ઓનટાઈમ પર્ફોમન્સ  ફક્ત ૨૯ ટકા!

મુંબઈ -  મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસ જેટની અનેક ફલાઈટ્સ આજે રદ થતાં કે મોડી પડતાં પ્રવાસીઓ અકળાઈ ગયા હતા.  પ્રવાસીઓએ સ્પાઈસ જેટના કાઉન્ટરો પર ધસી જઈ તકરાર આદરી ધમાલ મચાવી હતી અને સ્પાઈસ જેટ હાય હાયના નારા ગજવ્યા હતા. પ્રવાસીઓએ  કંગાળ વ્યવસ્થા સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. 

સ્પાઈસ જેટની ઘણી ફલાઈટસ આખરી ઘડીએ અચાનક જ રદ થઈ હતી. કોઈ માહિતી મળી રહી ન હતી અને પ્રવાસીઓના કલાકો અપડેટસ મેળવવામાં જ વેડફાયા હતા.

મુંબઈ- દિલ્હી એસજી ૬૩૧, મુંબઈ- ગોરખપુર એસજી ૫૫૩, અને મુંબઈ બેંગલુરુ એસજી ૬૬૯ રદ કરવામાં આવી હતી. હેલ્થ ડેસ્ક પર પ્રવાસીઓની લાંબી લાઈન લાગી હતી અને તેમને યોગ્ય પ્રતિભાવ મળી રહ્યો ન હતો. સ્પાઈસ જેટની એસજી ૧૧૪ ફલાઈટમાં દુબઈથી આવનારી ફલાઈટ મોડી પડી હતી તેમની ઓનવર્ડ ડોમેસ્ટિક ફલાઈટસ ચૂકી જવાઈ હતી. મુંબઈ અમદાવાદ વચ્ચેની બે ફલાઈટસ મોડી પડી હતી. સરકારે વારાણસી અને બાગડોગરમાંથી વિમાનના આગમનમાં હવામાનના કારણથી વિલંબ થયો હતો અને પરિણામ સ્વરૃપ ફલાઈટસ ડિર્પાચર પણ મોડું થયું હતું. એક પ્રવાસીએ કહ્યું કે જે ફલાઈટ દુબઈથી રાતે ૧૧ વાગે ઉપડવાની હતી તે બુધવારે સવારે ચાર કલાકે ઉપડી હતી અને મુંબઈમાં સવારે ૯.૩૦ કલાકે આગમન થયું હતું. દરમ્યાન કનેકટિંગ ડોમેસ્ટિક ફલાઈટસ ઉપડી ગઈ હતી. પ્રવાસીઓને ગુરુવારના બીડિંગ પાસ અપાયા હતા પણ રહેવાની અથવા નાસ્તા ભોજનની વ્યવસ્થા કરાઈ ન હતી.

મુંબઈથી બેંગલુર, જતી મોડી રાતની ફલાઈટ નવ કલાક મોડી ઉપડી હતી. મુંબઈ દિલ્હી ફલાઈટસ બુધવારે રાતે ૧૧.૧૫ કલાકે ઉપડવાની હતી જેમાં મોડું થયું હતું અને પછી રદ કરાઈ હતી.

બુધવારે સાંજના ૪.૩૦ કલાકની મુંબઈ અમદાવાદ ફલાઈટ એસજી ૮૮૦માં વિલંબ થયો હતો અને પછી રદ થઈ હતી. એસજી ૬૯૬ મધરાત પછીના ૨.૨૦ કલાકે ઉપડવાની હતી તે લગભગ ત્રણ કલાક પછી એટલે કે સવારના ૫.૧૭ કલાકે ઉપડી હતી.

પ્રવાસીઓએ બુધવારે કાઉન્ટર સ્ટાફ પર ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો અને પછી સોશિયલ મીડિયા પર એરલાઈનની ઝાટકણી કાઢી હતી. વિમાન ગ્રાઈન્ડિંગ કરવાથી (મેઈનટેનન્સ માટે) ફલાઈટના કર્મચારીઓની શોર્ટેજથી અને અગાઉના એરપોર્ટસ પર પ્રતિકૂળ હવામાનના કારણે થયેલા વિલંબનો મલ્ટીપ્લાયર અસરથી સેંકડો પ્રવાસીઓ હેરાન થયા હતા અને તેમણે સૂત્રોચ્ચાર કરી હતાશા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા હતા જેમાં બીડિંગ ગેટસ પર ભીડ, સ્ટાફ સાથે દલીલો કરતા પ્રવાસીઓ અને રિફંડની માગણી કરતા પ્રવાસીઓ જોઈ શકાય છે.

દરમ્યાન સ્પાઈસ જેટ એરલાઈન્સે કહ્યું હતું કે મુંબઈથી બેંગલુરુ, દિલ્હી અને ગોરખપુરની ફલાઈટસ રદ કરવી પડી હતી અને બે ફલાઈટ ઘણા વિલંબ પછી ઉપડી હતી. જોકે ફલાઈટસ રદ થવાનું કે મોડું થવાનું ફક્ત બુધવારે ગુરુવારે થયું તેવું નથી. માર્ચ મહિનાનો ડીજીસીએનો રિોર્ટ બતાવે છે કે મુંબઈ એરપોર્ટ પરસ્પાઈસ જેટનો ઓનટાઈમ પર્ફોમન્સ ૨૯ટકા છે.