21 મોનિટરિંગ સ્ટેશનોમાંથી ૧૦ સ્ટેશનોએ ખરાબ એક્યુઆઈ
બાંધકામ અટકાવવા, શહેરમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને વાહનોની અવરજવર મર્યાદિત કરવાનો સમાવેશ
મુંબઈ - મુંબઈમાં હવામાં પ્રદૂષણ ખૂબ જ વધી રહ્યું છે. આ કારણસર મુંબઈ મહાનગરપાલિકાએ(બી એમ સી) શહેરની એર ક્વોલિટી ઇન્ડેકશ (એકયુઆઈ) બગડવાની વધતી ચિંતાઓ વચ્ચે મુંબઈના કેટલાક વિસ્તારોમાં ચાલી રહેલા બાંધકામોને રોકવાનો નિર્ણય લઈ રહી છે. અગાઉ ૨૫ નવેમ્બરના રોજ પાલિકાના કમિશનર - ભૂષણ ગગરાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વહીવટીતંત્રે હવા ગુણવત્તાની વધતી જતી ચિંતાને ઘટાડવા માટે ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન (જી આર એ પી) પગલાં લાદવાનો વિચાર રજૂ કર્યો હતો. ૨૫નવેમ્બરની બેઠકમાં, ચર્ચા કરવામાં આવી હતી કે જો મુંબઈ સતત ત્રણ દિવસ સુધી ૨૦૦થી ઉપર ખરાબ એર ક્વોલિટી ઇન્ડેકશરીડિંગ્સ નોંધાવતું રહે છે. તો પાલિકા ના સત્તાવાળાઓ ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાનનો મિકેનિઝમ લાદી શકે છે. દરમિયાન, એવી પણ ચર્ચા કરવામાં આવી છે કે જો કોઈ ચોક્કસ વિસ્તારમાં સતત ખરાબ એર ક્વોલીટી ઇન્ડેક્સનોંધાવાનું ચાલુ રહે છે, તો તે વિસ્તારમાં બાંધકામ બંધ કરવા જેવા સ્થાનિક સ્તરે હસ્તક્ષેપો શરૃ કરવામાં આવશે.
બુધવારે, મુંબઈના ૨૧ વાયુ ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનોમાંથી ૧૦ જેટલા સ્ટેશનોએ ખરાબ એર ક્વોલીટી ઇન્ડેક્સ નોંધ્યું હતું. જેમાંથી નવ સ્ટેશને એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધ્યું હતું, જ્યારે ફક્ત એક સ્ટેશને સંતોષકારક રીડિંગ્સ નોંધ્યા હતા. મઝગાંવમાં સૌથી ખરાબ એર કોલેટી ઇન્ડિયન ૨૬૯ નોંધાયું હતું, ત્યારબાદ મુલુંડમાં ૨૬૫, મલાડ અને બોરીવલીમાં ૨૫૦, પવઈમાં ૨૧૪ અંધેરીમાં ૨૦૫ અને દેવનારમાં ૨૦૪, અન્ય સ્થળોએ નોંધાયું હતું. મુંબઈનો એકંદર એર ક્વોલીટી ઇન્ડેક્સ ૧૮૯ હતો.જેને મધ્યમ ગણવામાં આવે છે.
છેલ્લા એક મહિનાથી મુંબઈનો એર ક્વોલિટી ઇન્ડેક્સ મધ્યમ શ્રેણીની આસપાસ નોંધાઈ રહ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાંસતત ખરાબ એર ક્વોલીટી ઇન્ડેક્સ નોંધાઈ રહ્યો છે.
ઉદાહરણ તરીકે, મઝગાંવમાં લગભગ ૧૧ દિવસથી એર કોલેટી ઇન્ડેક્સ ખરાબ રહ્યો છે, ત્યારબાદ દેવનારમાં આ મહિને અત્યાર સુધીમાં ૧૪ દિવસમાં એર કોલેટી ઇન્ડેક્સખરાબ રહ્યો છે અને મલાડમાં ૧૨ દિવસમાં ૧૨ ખરાબ રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયામાં, બાંધકામ સ્થળના માલિકોને હાઇપરલોકલ એર ક્વોલીટી ઇન્ડેક્સ મોનિટરિંગ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે.
અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે મુંબઈમાં તમામ બાંધકામ સ્થળોએ ધૂળ ઘટાડવાના પગલાંનું પાલન કરવામાં આવે એવો નિર્ણય કરવા માટે આ સેન્સર્સ ઇન્સ્ટોલ કરવા પડશે.
જીઆરએપી શું છે?
ગ્રેડેડ એક્શન રિસ્પોન્સ પ્લાન અંતર્ગત મિકેનિઝમ એ એક એક્શન રિસ્પોન્સ છે જે કમિશન ઓફ એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. એકંદર યોજનાને અનેક તબક્કામાં વહેંચવામાં આવી છે જેમાં બાંધકામ કાર્યો બંધ કરવા, શહેરની મર્યાદામાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા અને વાહનોની અવરજવર મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે.


