Get The App

મુંબઈમાં પ્રદૂષિત હવાથી બાળકોમાં અસ્થમાના કેસોમાં વધારો

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈમાં પ્રદૂષિત હવાથી બાળકોમાં અસ્થમાના કેસોમાં વધારો 1 - image


મુંબઇમાં ઠેર ઠેર થઇ ખોદકામથી એર પોલ્યુશન વધ્યું

મુંબઇ -  મુંબઇમાં પ્રદૂષણમાં વધારો થતા બાળકોને દમ થવાની સંભાવના વધી રહી છે તેવી ચેતવણી બાળકોનાં ફેફસાં હજુ વિકસી રહ્યાં છે અને તેઓ  સાંજના સમયે જ બહાર રમવા જતાં હોય છેઃ શાળાઓમાં નિદાન કેમ્પો યોજવા સલાહડોક્ટરો આપી રહ્યા છે. દમના લક્ષણ ધરાવતા બાળકોના ચાર કેસ દર  મહિને તેમની પાસે આવી રહ્યા છે તેવો દાવો ડોક્ટરો કરી રહ્યા છે. 

દર્દીના ફેફસા અને વાયુમાર્ગ ને અસર થાય છે  અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. સતત ખાસી આવવી, (ખાસ કરીને રાતે) ઘરઘરાટી (એવો અવાજ આવવો), શ્વાસ લેવ ામાં તકલીફ અને છાતીમાં દબાણ જેવા લક્ષણો દમથી પીડિત બાળકોમાં જોવા મળે છે. હવામાનાં,   સ્પર્શ દ્વારા, ભોજનથી, દવાથી એલર્જન, હવામાનમાં ફેરફાર, શ્વસનમાર્ગમાં ચેપ વિગેરેથી અસ્થમા થઇ શકે છે. હવે વાયુ પ્રદુષણ અસ્થમાં માટેનું એક મુખ્ય કારણ બની રહ્યું છે.

છથી દસ વર્ષની વય વચ્ચેના બાળકોમાં ં દમના કેસો વધી રહ્યા છે તેવું ડોક્ટરોનું કહેવું છે. હવાની ગુણવત્તા કથળી હોવાથી સમયસર નિદાન નહીં થવાથી અને  જાગૃતિના અભાવના કારણે અસ્થમાના કેસો વધી રહ્યા છે તેવું ડોક્ટરોનું કહેવું છે. વાલીઓએ અને શાળાઓના વહીવટીતંત્રે દમના શરૃઆતી લક્ષણોને ઓળખીને બાળકોની સારવાર શરૃ કરવી જોઇએ.

મુંબઇના એક પલ્મોનોલોજિસ્ટે કહ્યું કે ૨.૫ પોટિક્યુલેટ મેટર (પીએમ ૨.૫) ધરાવતી પ્રદૂષિત હવા, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન વિગેરે પરિબળોથી અસ્થમા થઇ શકે છે. બાળકોના ફેફસા હજુ વિક્સી રહ્યા છે અને બાળકો ઘરની બહાર વધુ સમય વિતાવતા હોય છે. આથી વાયુપ્રદૂષણ તેમને માટે જોખમી નીવડી શકે છે. એરક્વોલિટી નબળી હોય તેવા સમયે બાળકોએ બહાર  જવાનું નિવારવું જોઇએ અને માસ્ક પહેરવા જેવી સાવચેતી લેવી જોઇએ તેવી ડોક્ટરોની  સલાહ છે.

ઘરની અંદર એરપ્યુરીફાયરનો ઉપયોગ કરવું હિતાવહ છે. વ્યસ્ત ટ્રાફિકના સમયે બાળકો અને વૃદ્ધોએ ઘરની બહાર નિકળવાનું ટાળવું જોઇએ તેવું  પ્રદૂષણ- નિષ્ણાતોનું કહેવું છે.

મુંબઇમાં અનેક ઠેકાણે ચાલી રહેલા બાંધકામ, વિવિધ સ્થળે ખોદી કાઢેલા રસ્તા, નવા પ્રોજેક્ટસનું નિર્માણ કાર્ય વિગેરે હવાને પ્રદૂષિત  રાખવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે.  વિશ્વમાં ૨૬.૨ કરોડ લોકો દમથી પીડાય છે. વિશ્વના અસ્થમાના કુલ કેસોમાંથી ૧૩ ટકા (૩.૪૩  કરોડ) કેસ ભારતમાં છે તેવું ૨૦૧૯નો એક રિપોર્ટ જણાવે છે. શહેરોના ઘરોમાં વેન્ટિલેશન નબળું હોવાથી રસોડામાંનો અને અગર બત્તીનો ધૂમાડો, ધૂળની રજકણો, ફૂગ, વિગેરે પણ શ્વસનતંત્ર માટે જોખમી નીવડી શકે છે. હવામાનમાં અચાનક થતા ફેરફારો, જેમ કે ઠંડી હવા, ગરમી, અથવા હવામાંનો ભેજ વિગેરે એરવેઝને અસર કરતા હોય છે. ઠંડી સૂકી હવા એરવેઝને સાંકડા કરી શકે છે જેનાથી છાતી પર દબાણ આવી શકે અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. ગરમ અને ભેજવાળા વાતાવરણથી હવામાં એલર્જન્સ અને પોલ્યુટન્ટસનું પ્રમાણ વધે છે જેનાથી અસ્થમાના લક્ષણો વકરી શકે છે. જ્યારે પરાગકણને સૂસવાટાભર્યો પવન ઝીણો રજકરણોમાં તોડી નાખે છે ત્યારે શ્વાસમાં ઝીણી રજકણો પ્રવેશીને દમના હુમલાનો ભોગ બનાવી શકે છે.


Tags :