Mumbai
નાગપુરમાં એઈમ્સના ઈન્ટર્નનો આપઘાત
By GS TEAM
5 Aug 20251 min read

મુંબઇ - ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઇમ્સ) નાગપુરમાં ઇન્ટનયુવકે કથિત રીતે હોસ્ટેલના રૃમમાં આત્મહત્યા કરી હતી. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.
પરભણી જીલ્લાના જિતુરનો વતની સંકેત દાભાડે (ઉ.વ.૨૨) એ એમબીબીએસ પૂર્ણ કર્યું હતું. અને એઇમ્સમાં ઇન્ટર્નશિપ કરી રહ્યો હતો.
તેને મિત્રોએ છેલ્લે શનિવારે રાતે જોયો હતો. તે હોસ્ટેલના રૃમમાંથી બહાર આવ્યો નહોતો આથી તેમને શંકા ગઇ હતી. તેમણે હોસ્ટેલ વોર્ડનને આ બાબતની જાણ કરી હતી. બાદમાં ગઇખાલે રૃમમાં તપાસ કરતા દાભાડેનો મૃતદેહ બાથરૃમના દરવાજા સાથે ગળાફાસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.
પોલીસને મૃતક પાસેથી કોઇસ્યુસાઇડનોટ મળી નથી તે ચોક્કસ કંઇ બાબતથી હતાશામાં હતો એની તપાસ થઇ રહી છે.








