Get The App

કાયદાના વ્યવસાયમાં પાયાના કાર્યો એઆઇ નહીં કરી શકે- જસ્ટિસ વિશ્વનાથન

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
કાયદાના વ્યવસાયમાં પાયાના કાર્યો એઆઇ નહીં કરી શકે- જસ્ટિસ વિશ્વનાથન 1 - image

એઆઇ રજૂઆતનો ડ્રાફ્ટ બનાવી શકે, સલાહ આપવાનું કામ વકીલનું

એઆઇનો ઉપયોગ આવડવો જરૃરી પણ તેની મર્યાદાઓનું ધ્યાન રાખવું  જરૃરી

મુંબઈ -  કાયદાના વ્યવસાયમાના પાયાના કાર્યો આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) નહીં કરી શકે અને અનુભવી કાયદાકીય મગજના જેવું કામ કોઈ અલ્ગોરિધમ નહીં કરી શકે તેવું સુપ્રીમ કોર્ટના જજ કે. વી. વિશ્વનાથને શનિવારે કહ્યું હતું. નાગપુરની મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં જસ્ટિસ વિશ્વનાથન સંબોધન કરી રહ્યા હતા. આ જ સમારંભમાં સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભૂષણ ગવઈ 'ગેસ્ટ ઓફ ઓનર' હતા.

સ્ટિસ વિશ્વનાથને કહ્યું કે ૨૧મી સદીમાં વકીલોઓએ ટેક્નોલોજીમાં નવા કૌશલ્યો શીખવા જોઈએ. તેમણે કહ્યું કે 'તમારો સમય બચાવે તે વધુ શીખવું જોઈએ અને તે પ્રશ્ન ઊભો થાય છે કે 'કાયદાના વ્યવસાયમાં કાયદાની શું ભૂમિકા છે?'

મદદ માટેના સાધન તરીકે સમય બચે છે અને તમારે તે શીખવું જોઈએ. જોકે તમે એઆઇની મદદ લઈ શકો છો, પણ જે પાયાના કાર્યો તમારે કરવાના છે તે તમારે બદલે એઆઇ દ્વારા નહીં કરાવવા જોઈએ.

જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે 'એઆઇ ટુલ્સ કેવી રીતે કામ લાગે તેની મૂળભૂત બાબતો તમારે શીખવી જોઈએ. પ્રોમ્પ્ટ એન્જિનિયર (એઆઇએ ટુલ્સને નિર્દેશ આપવાને 'પ્રોમ્પ્ટ' કહેવામાં આવે છે.) શું છે તેની તમને ખબર હોવી જોઈએ, તેવું તેમણે કહ્યું હતું.

એઆઇ માનવીના બદલે કામ નહીં કરી શકે તેવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે 'એઆઇની મર્યાદાઓની જાણ તમને હોવી જોઈએ. એઆઇ માહિતી શોધી શકે છે, પણ તેની ઉપયોગિતાનો નિર્ણય નહીં લઈ શકે, એઆઇ કાયદાકીય રજૂઆતનો મુસદ્દો તૈયાર કરી શકે છે, પણ સલાહ આપી નહીં શકે.

કેટલાક વકીલોએ એઆઇ-જનરેટેડ કેસોને ટાંક્યા છે, પણ તે બનાવટી હોવાની જાણ થઈ હતી. વકીલે અનુભવેલો ક્ષોભ જુદો મુદ્દો છે, પણ અસીલને તો નુકસાન થઈ ચૂક્યું હોય છે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. એસ. ચંદુરકરે પણ સંબોધન કર્યું હતું. કાયદાના વ્યવસાય સહિત જીવનના દરેક ક્ષેત્રમાં ટેક્નોલોજી અને એઆઇ અસર પાડી રહ્યા છે. તેવું અવલોકન જસ્ટિસ ચંદુરકરે કર્યું હતું. આનાથી કાર્યક્ષમતા અને ઇનોવેશન વધ્યા છે, પણ નવા અને જટિલ પડકારો પણ ઊભા થયા છે તેવું તેમણે કહ્યું હતું.

પોતાના કામને બહેતર બનાવવા ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, પણ ટેક્નોલોજી તમારા માટે કામ કરે છે પણ મૂળ વિચારો તો તમારા જ હોવા જોઈએ, તેવું જસ્ટિસ ચંદુરકરે કહ્યું હતું.