અમદાવાદ પ્લેન ક્રેશનો તપાસ અહેવાલ 3 માસમાં - મુરલીધર મોહોલ
કેન્દ્ર દ્વારા રચાયેલી કમિટી સંભવિત કારણોની તપાસ કરી રહી છે
વિમાન અમેરિકન બનાવટનું હોવાથી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા તપાસ શરૃ કરાઈ
મુંબઈ - અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતીનો અહેવાલ ત્રણ મહિનામાં મળી જશે તેવું કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોલે મંગળવારે કહ્યું હતું.
એર ઈન્ડિયા બોઈંગ ૭૮૭ના ૩૪ વિમાનોનો ઉપયોગ કરે છે. જેમાંથી ૧૨ વિમાનનું સેફ્ટી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને એકમાં પણ કોઈ ક્ષતિ જોવા મળી નથી તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન અને પુણેના સાંસદ મોહોલેએ મંગળવારે પુણેમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું. વિમાન કેમ તૂટી પડયું તેના કારણોની તપાસ વિમાનના બ્લેક બોક્સના ડેટાના પૃથક્કરણથી જાણવા મળશે તેવી આશા મોહોલેએ વ્યક્ત કરી હતી.
ગત ૧૨મી જૂન ગુરૃવારે અમદાવાદના એરપોર્ટ પર એર ઈન્ડિયાનું બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાન (એઆઈ ૧૭૧) તૂટી પડયું હતું. જેમા વિમાનમાંના ૨૪૧ અને અન્ય ૨૯નું મરણ થયું હતું. શનિવારે કેન્દ્ર સરકારે અકસ્માતના કારણો જાણવા વિવિધ વિષયના નિષ્ણાતોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. મિકેનિક્લ ફેલ્યોર, માનવીય ભૂલ અને નિયમકારી અનુપાલન વિગેરે સંભવિત કારણોની તપાસ કરવામાં આવશે.
મોહોલે કહ્યું કે તપાસ ચાલી રહી છે અને ઘણી વિગતો તપાસવામાં આવશે. બ્લેક બોક્સના ડાઉનલોડિંગ પછી ઘણી વિગતો જાણવા મળશે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતા હેઠળ મામલાની તપાસ કરવા સમિતિની રચના કરવામાં આવી છે જે ત્રણ મહિનામાં તપાસ અહેવાલ રજુ કરશે.
ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડ સહિતનો બ્લેક બોક્સ મળ્યો છે અને તેમાંથી અકસ્માત કેમ થયો તેના કારણો જાણવા મળશે.
૨૭૦??????????????????????????????????૮૦??????????????????????????????????????????????????
ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ દિલ્હીમાં પ્રથમ બેઠક કરી હતી. જેમાં દુર્ઘટનાના કારણો અંગે વિવિધ હિતધારકોનો અભિપ્રાય સાંભળવામાં આવ્યો હતો. એક એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) એટલે કે વિમાનના સંચાલન અંગેની નિશ્ચિત કાર્યપદ્ધતિ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસઓપીનું પાલન કરવાથી ભવિષ્યમાં અકસ્માત થવાની સંભાવના ઘટાડી શકાય છે.
વિમાન અકસ્માતની તપાસ એરક્રાફ્ટ એસ્ટીડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો (એએઆઈબી) દ્વારા પણ કરવામાં આવી રહી છે. એએઆઈબી અકસ્માતના ટેકનિક્લ પાસાઓની તપાસ કરી રહી છે. સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અમદાવાદમાં સાઈટ પર પહોંચ્યા છે અને યુનાઈટેડ સ્ટેટસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ (એનટીએસબી) વતી તપાસ હાથ ધરી છે. વિમાન અમેરિકન બનાવટનું હોવાથી આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અનુસાર એનટીએલબીએ પણ તપાસ શરૃ કરી છે.