કઈ ઉંમરે બાળકને કેજીમાં એડમિશન અપાવવું તે વાલી પર નિર્ભર
મુંબઈ : શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના સ્કૂલ એડમિશન માટે બાળકોની ઓછામાં ઓછી વય કેટલી હોવી જોઈએ, તે બાબતની સૂચના પ્રાથમિક શિક્ષણ સંચાલનાલયે જાહેર કરી છે. તે અનુસાર પહેલી ઑક્ટોબર ૨૦૧૮ થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ દરમ્યાન જન્મેલાં બાળકો નર્સરીમાં એડમિશન લઈ શકશે. તેમજ પહેલી ઑક્ટોબર ૨૦૧૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૬ દરમ્યાન જન્મેલાં બાળકો પહેલાં ધોરણમાં એડમિશન લઈ શકશે.
સ્કૂલ એડમિશનમા બાળકોની ઓછામાં ઓછી વયમર્યાદા વર્ષાંત સુધીની અર્થાત્ ૩૧ ડિસેમ્બર સુધીની કરાઈ છે. પ્રિ-પ્રાયમરી અર્થાત્ જ કે.જી. એડમિશન સમયે બાળકની વય કેટલી હોવી જોઈએ, કઈ ઉંમરે એડમિશન લેવું તે બાબત સંપૂર્ણપણે વાલી પર અવલંબિત રખાઈ છે. તેમજ કે.જી. એડમિશન સમયે બાળકની ઉંમરનું કારણ આપી સ્કૂલો એડમિશન નકારી શકશે નહીં. એક યાદી મુજબ, પ્લે ગુ્રપમાં એડમિશન માટે ઓછામાં ઓછાં ૩ વર્ષ, જુનિયર કેજી માટે ચાર વર્ષ, સિનીયર કેજી માટે પાંચ વર્ષ અને પહેલાં ધોરણ માટે છ વર્ષની વય રખાઈ છે.


