Get The App

મહારાષ્ટ્રમાં રેપિડો બાઈક પછી હવે ઉબર કેબ સેવા પર પણ સંકટ

Updated: Feb 13th, 2023

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં રેપિડો બાઈક પછી હવે ઉબર કેબ સેવા પર પણ સંકટ 1 - image


નીતિ ઘડવામાં રાજ્ય સરકાર દ્વારા વિલંબની પણ સુપ્રીમ દ્વારા ટીકા

લાયસન્સ વિના  ઓપરેટ ન કરી શકાય એમ જણાવી છઠ્ઠી માર્ચ સુધી અરજી કરવાનો  સુપ્રીમ કોર્ટનો નિર્દેશ 

મુંબઈ :  સુપ્રીમ કોર્ટે કેબ એગ્રીગેટર ઉબરને મહારાષ્ટ્રમાં લાયસન્સ વિના ઓપરેશન ચાલુ નહીં રાખવાનો નિર્દેશ આપ્યો છે. ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યુંહતું કે અગાઉ સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપીને ઉબરને રાજ્યમાં પરવાનગી આપી હતી પણ તે હવે કાયમ રાખી શકાશે નહીં કેમ કેે એગ્રીગેટરો લાયસન્સ વિના અપોરેટ કરી શકે નહીં. કોર્ટે આથી ઉબરને છઠ્ઠી માર્ચ ૨૦૨૩ સુધીમાં લાયસન્સ માટે અરજી કરવાનો આદેશ  આપ્યો છે.

કેન્દ્ર સર કાર દ્વારા જારી કરાયેલી મોટર વ્હીકલ એગ્રીગેટર (એમવીએ) ગાઈડલાઈન્સ અનુસાર રાજ્યમાં એગ્રીગેટર માટે લાયસન્સની અરજી કરવાનો નિર્દેશ આપતા હાઈ કોર્ટના આદેશને ઉબરે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઉબરે દલીલ કરી હતી કે કેન્દ્ર  સરકાર દ્વારા નિયમાવલીમાં લાદેલી શરતો વ્યવહારિક નથી. રાજ્ય સરકારે અગાઉ હાઈ કોર્ટને જણાવ્યું હતું કે એગ્રીગેટર લાયસન્સ આપવા માટેના નિયમ મપહારાષ્ટ્ર રેગ્યુલેશન ઓફ એગ્રીગેટર રુલ્સ તૈયાર કરવામાં આવ્યો છે પણ તેને સંબંધીત ઓથોરિટીની માન્યતા મળવાની બાકી છે. 

હાઈ કોર્ટે જણાવ્યું હતંં કે કેન્દ્રની નિયમાવલી પુરતી છે અને એગ્રીગેટરો માટે બંધનકર્તા છે. એપ્રિલ ૨૦૨૨માં સુપ્રીમ કોર્ટે કેસમાં ંજૈસે થેનો આદેશ આપ્યો હતો. સોમવારે રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું હતું કે ઉબરનું લાયસન્સ રિન્યુ નથી છતાં કોર્ટના વચગાળાના આદેશને લીધે તેની સામે પગલાં લઈ શકાતા નથી. કોર્ટે જણાવ્યું હતું કે ઉબરે લાયસન્સ માટે અરજી કરવાની રહેશે અન્યથા નિયમને વળગી રહેવંંુ પડશે. ઉબર વચગાળાના આદેશ હેઠળ ઓપરેટ કરી શકે નહીં.  શરતો અવ્યાવહારુ છે કે નહીં એ વિશે ઉબરે સંબંધીત ઓથોરિટી સામે રજૂઆત કરવાની રહેશે. 

દરમ્યાન ઉબર શરતોને લઈને પોતાની વ્યથા રજૂ કરી શકે છે અને રાજ્ય સરકારે અ ારજૂઆત પર નિર્ણય લેવાનો રહેશે , એમ જણવાયું છે. કોર્ટે સરકારને નીતિ તયાર કરવા માટે ઝડપથી કામ કરવાનો નિર્દેશ આપ્યો છે.  રેગ્યુલેટરની ભૂમિકા નીભાવતી સરકારે ઝડપથી કામ કરવું જોઈએ અન્યથા એગ્રીગેટરોને અનિશ્ચિત રાહત જોવી પડે એ સ્વીકાર્ય નથી, એમ કોર્ટે ટકોર પણ કરી હતી.

રેપિડોની મધ્યસ્થી અરજી ફગાવાઈ, જોકે ઉબરનો આદેશ લાગુ પડશે

ઉબરની અપીલમાં  બાઈક ટેક્સી એગ્રીગેચર રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રા. લિ. (રેપિડો) દ્વારા કરવામાં આવેલી મધ્યસ્થી અરજીને સુપ્રીમ કોર્ટેે ફગાવી દઈને તેમને હાઈ કોર્ટમાં પોતાની ફરિયાદ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રેપિડોએ પોતાની આપવિતી અરજીમાં જણાવી હતી કે અમે લાયસન્સ માટે કરેલ અરજી ફગાવી દેવાઈ છે. અમારા અપરેશન અટકાવી દેવાયા છે. આથી અમને પણ ઉબર જેવી સુવિધા મળે એવી દાદ માગીએ છીએ. તમામ એગ્રીગેટરોને સમાન રીતે ગણવા જોઈએ પછી ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય કે ફોર વ્હીલર.

જોકે  સુપ્રીમ કોર્ટે દલીલથી પ્રભાવિત થયા વિના અરજદારને જણાવ્યુંહતું કે તમે ઉબરનો આશરો કેમ લો છો, તમારી સમસ્યા હાઈ કોર્ટ સમક્ષ રજૂ કરો. અમારો આદેશ રજૂ કરજો, લાયસન્સ માટે અરજી કરો, અમારો આદેશ તમને પણ લાગુ રહેશે, આદેશ માત્ર ઉબર પુરતો મર્યાદિત નથી.


Tags :