મનપા દ્વારા ઠેર ઠેર બોર્ડ મૂકાયાં
પ્રચંડ માંગ બાદ નિર્ણયઃ જાહેરમાં ચણ આપનારા સામે દંડનીય કાર્યવાહી થશે
મુંબઈ - મુંબઈમાં સાર્વજનિક સ્થળોએ પક્ષીઓને ખવડાવવા પર ફરજિયાત પ્રતિબંધ લાવ્યા બાદ વસઈ-વિરારમાં, પણ સાર્વજનિક સ્થળોએ પક્ષીઓને ખવડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ પક્ષીઓને ચણ અપાતાં દુર્ગંધ તથા ગંદકી ફેલાતાં હતાં. હવે મહાપાલિકાએ જાહેર સ્થળે ચણ પર પ્રતિબંધના નોટિસ બોર્ડ લગાવ્યાં છે.
દાદરના કબૂતરખાના વિસ્તારમાં ખુલ્લામાં કબૂતરોને ખવડાવવા સામે ભારે વિરોધ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રતિબંધ ફરમાવ્યો હતો. ભારે વિવાદ બાદ મુંબઈમાં ચાર સ્થળોએ મર્યાદિત સમય માટે ચણને મંજૂૂરી અપાઈ હતી. દરમિયાન, આ વિવાદનો અંત લાવવા માટે, રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર એક નિષ્ણાત સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો હતો જે કબૂતરના પીંછા, મળમૂત્ર વગેરેની માનવ સ્વાસ્થ્ય પર થતી અસરનો અભ્યાસ કરશે.
વસઈ-વિરારમાં પણ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મંદિરો, ખાદ્ય પદાર્થ અને તળાવો નજીક ખુલ્લી જગ્યાઓમાં પક્ષીઓને ખોરાક આપવામાં આવી રહ્યો હતો. જેના કારણે પક્ષીઓના પીંછા અને મળમૂત્રને કારણે જાહેર સ્થળોએ દુર્ગંધ ફેલાતાં જાહેરમાં ચણ આપવા પર પ્રતિબંદની માગણી બળવત્તર બની હતી. તેને પગલે મહાનગરપાલિકાએ વસઇ- વિરારમાં જાહેર સ્થળોએ ખુલ્લી જગ્યાઓ પર પક્ષીને દાણા ફેંકવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ જ પક્ષીને દાણા ન ફેંકવાની સલાહ આપતા બિલબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત, મહાનગરપાલિકાએ કહ્યું છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનારા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
કબૂતરની વિષ્ટાને કારણે ગંભીર રોગોનું અનુમાન
વસઈ-વિરારમાં, કબૂતરના મળ ટેરેસ, ઈમારતના આંગણા, ચોક વગેરે જેવા વિવિધ સ્થળોએ ફેંકવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમની સંખ્યામાં ભારે વધારો થયો છે.કબૂતરના મળ, તેમજ તેમની પાંખો અને પીંછા, ઘણા બેક્ટેરિયલ અને ફંગલ રોગો ફેલાવે છે. અસ્થમા એ મુખ્ય શ્વસન રોગોમાંનો એક છે. આ ઉપરાંત, તેમાં ફેફસાના રોગો, ન્યુમોનિયા અને અન્ય શ્વસન વિકૃતિઓનો પણ સમાવેશ થાય છે. માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ વસઈ વિરાર સહિત અન્ય શહેરોમાં પણ કબૂતરોની વધતી સંખ્યા જાહેર આરોગ્ય માટે મોટો ખતરો છે. કબૂતરના મળ હવાને પ્રદૂષિત કરે છે અને ગંભીર રોગો ફેલાવે છે. આ જોખમ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને શ્વસન રોગો ધરાવતા લોકો માટે વધારે છે.ત


