Get The App

ઓટીટી પ્લેટફોર્મ પ્લેનેટ મરાઠીના 1 કરોડના ચેક બાઉન્સ થતાં અભિનેતાની ફરિયાદ

Updated: Nov 20th, 2024

GS TEAM


Google News
Google News
ઓટીટી પ્લેટફોર્મ પ્લેનેટ મરાઠીના 1 કરોડના ચેક બાઉન્સ થતાં અભિનેતાની ફરિયાદ 1 - image


પ્લેટફોર્મના માલિક અક્ષય બરદાપરકર સામે ફરિયાદ

1 કરોડથી વધુની રકમના ચેક બાઉન્સિંગ બદલ કોર્ટમાં કેસ નોધાવ્યો

મુંબઈ :  અભિનેતા આયુષ શાહ અને તેની બિઝનેસ પાર્ટનરે ઓટીટી પ્લેટફોર્મ પ્લેનેટ મરાઠીના સ્થાપક અક્ષય બરદાપરકર સામે  રૃ. એક કરોડથી વધુના ડિસઓનર્ડ ચેક જારી કરવા બદલ કોર્ટમાં અનેક ફરિયાદો કરી છે. 

માર્સ કોમ્પ્યુનિકેટ્સ પીઆર એજન્સીના સહસ્થાપક આયુશ શાહ અને તેની બિઝનેસ પાર્ટનર મૌસમ શાહે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે. બરદાપુરકરે જારી કરેલા ૧,૧૪,૩૦,૪૦૦ની કુલ રકમના નવ ચેકો ડિસઓનર થયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આયુશને રૃ. ૮૭ લાખ અને બાકીની રકમ મૌસમ શાહને ચૂકવવાની રહેતી હતી. મે ૨૦૨૪થી મહિને રૃ. ૩,૬૧,૦૦૦નું વ્યાજ થતું હતું. 

તેમના વકિલે જણાવ્યા મુજબ આયુશ શાહે બરદાપુરકર અને પ્લાનેટ મરાઠી સેલર સર્વિસીસ કંપની સામે ત્રણ ફરિયાદ કરી  છે. મૌસમે આરોપી સામે એક ફરિયાદ કરી છે.

બંને જણ નુકસાન ભરપાઈ અને વધુ જવાબદારી નિશ્ચિત કરવા સિવિલ કેસ પણ દાખલ કરવા માગતા હોવાનું તેમના વકિલે જણાવ્યુહં હતું. 

Tags :