Get The App

કિંગના સેટ પર એક્ટર-ડાન્સર રાઘવ જુયાલ ઘાયલ

Updated: Jun 4th, 2025

GS TEAM


Google News
Google News
કિંગના સેટ પર એક્ટર-ડાન્સર રાઘવ જુયાલ ઘાયલ 1 - image


કોઈ બ્રેક વિના શૂટિંગ ચાલુ રાખ્યું 

અગાઉ જે પગમાં સર્જરી કરાવી હતી ત્યાં જ ફરી ઈજા થઈ

મુંબઈ- શાહરુખ ખાનની ફિલ્મ 'કિંગ'ના સેટ પર એક્ટર-ડાન્સર રાઘવ જુયાલને ઈજા થઈ હતી. 

રાઘવે અગાઉ જે પગ પર સર્જરી કરાવી હતી ત્યાં જ તેને ઈજા થતાં તેની હાલત કફોડી બની હતી. જોકે, રાઘવે  ભારે  પીડા છતાં પણ બ્રેક લીધા વિના શૂટિંગ આગળ ધપાવ્યું હતું. તેને સેટ પર જ સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેણે પોતાનો શોટ પૂરો કર્યો હતો. 

શાહરુખ ખાન અને તેની દીકરી સુહાના આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ઉપરાંત અભિષેક બચ્ચન, દીપિકા પદુકોણ, રાની મુખરજી  સહિતના કલાકારો નાની મોટી ભૂમિકા ભજવવાના છે. ફિલ્મ ૨૦૨૬માં  રીલિઝ થાય તેવી  સંભાવના છે.


Tags :