Get The App

ગર્ભ સાથે ડીએનએ મેચ ન થેવા છતાં અન્ય પુરાવાને આધારે આરોપીને જેલની સજા

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ગર્ભ સાથે ડીએનએ મેચ  ન થેવા છતાં અન્ય પુરાવાને આધારે આરોપીને જેલની સજા 1 - image

13 વર્ષની સગીરા પર જાતીય  હુમલા માટે દોષિત ઠેરવાયો

સગીરા પર જાતીય અત્યાચારનો ગુનો હીચકારો, દયાને પાત્ર ન હોવાની પોક્સો કોર્ટની નોંધ

મુંબઈ -  ણેની વિશેષ પોક્સો કોર્ટે ૨૦૨૧માં ૧૩ વર્ષની કિશોરી સાથે જાતીય અત્યાચારના કેસમાં આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારીને નિરીક્ષણ કર્યું હતું કે ગુનો હિચકારો છે અને દયાને પાત્ર નથી.

પીડિતાના ભુ્રણ સાથે આરોપીના ડીએનએ મેચ થયા નહોતા પણ એવું કહી શકાય નહીં કે તેણે જાતીય અત્યાચાર કર્યો નહોતો. આરોપી સામે પુરતા મૌખિક અને દસ્તાવેજી પુરાવા હોવાનું કોર્ટે નોંધ્યું હતું.

કોર્ટે આરોપી સદ્દામ અક્કાચ મોલ્લાને પોક્સો અને આઈપીએસની કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. આરોપી પર રૃ.૫૦૦૦નો દંડ પણ ફટકાર્યો હતો અને રકમ પીડિતને આપવાનો નિર્દેશ આપ્યો હતો.

ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર મે ૨૦૨૧માં ઘટના બની હતી. આરોપી કાશીમીરાનો રહેવાસી હતો અને તેણે ટયુશન ક્લાસ જતી કિશોરીને આંતરી હતી. હિન્દીમાં પત્ર લેખનમાં મદદ જોઈતી હોવાના બહાને ઘરે લઈ જઈને દુષ્કૃત્ય કર્યું હતુ. 

ઓગસ્ટ ૨૦૨૧માં જ્યારે પીડિતાને પેટમાં દુખાવો થતાં ગર્ભવતી હોવાનું જણાયું ત્યારે ગુનો પ્રકાશમાં આવ્યો હતો.

પીડિતા પર બે યુવાનોએ અલગ અલગ સમયે જાતીય હુમલો કર્યો હોવાનું જણાતાં પોલીસ ેબે કેસ નોધ્યા હતા.

ડીએનએ રિપોર્ટ ગર્ભ સાથે મેચ થતો નહોવાથી આરોપીને મુક્તિ આપવાની બચાવ  પક્ષે દલીલ કરી હતી .જોકે જજે દલીલ ફગાવીને પીડિતાના નિવેદન અને તબીબી પુરાવા પર આધાર રાખ્યો હતો.