આતંકીઓ સાથે સાંઠગાંઠની દમદાટી આપી પૈસા પડાવાયા
ગુજરાતના કિશન મકવાણાએ સાયબર ઠગો માટે બેન્ક ખાતાં ખોલાવી તેમાં ફ્રોડની રકમ જમા કરાવી હતી
મુંબઈ - મુંબઈ પોલીસે ગુજરાતના એક વ્યક્તિની સાયબર છેતરપિંડીના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી છે.આતંકવાદ સંબંધિત તપાસમાં ધરપકડની ધમકી આપીને ગોરેગાંવના એક વરિ નાગરિક સાથે રૃ.૨.૨૫ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી, એમ એક ઓફિસરે શુક્રવારે જણાવ્યું હતું. એક અધિકારીએ કહ્યું હતું કે આરોપી કિશન ભાવેશભાઈ મકવાણાએ કથિત રીતે સાયબર છેતરપિંડી કરનારાઓ માટે બેંક ખાતા ખોલાવ્યા હતા.એમાં છેતરપિંડીની રકમ જમા કરવામાં આવી હોવાનું કહેવાય છે.
ગોરેગાંવના ૭૭ વર્ષીય વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદની તપાસ દરમિયાન ટેકનિકલ વિશ્લેષણના આધારે આરોપીને પકડવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે સાયબર છેતરપિંડી કરનારાઓએ ગયા વર્ષે નવેમ્બરમાં તેમનો સંપર્ક કર્યો હતો અને તેમના પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ માટે બેંક ખાતું ખોલાવવાનો અને તેના દ્વારા કમિશન તરીકે ૭૦ લાખ રૃપિયા મેળવવાનો ખોટો આરોપ લગાવ્યો હતો.
ફરિયાદ મુજબ ફોન કરનાર વ્યક્તિએ પોતાને મુંબઈ પોલીસ મુખ્યાલયના વરિ અધિકારી આકાશ શર્મા તરીકે ઓળખાવતા ફરિયાદીને પૂછપરછ માટે હાજર થવા કહ્યું હતું. ફરિયાદીએ એમ કરવામાં અસમર્થતા દર્શાવ્યા પછી ફોન કોલ લખનઉ એન્ટી ટેરરિઝમ સ્કવોડ નો હોવાનો દાવો કરતા એક વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
ફરિયાદીને જાણ કરવામાં આવી હતી કે તેના આધાર કાર્ડનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં બેંક ખાતું ખોલવા માટે કરવામાં આવ્યો હતો અને શંકાસ્પદ આતંકવાદીઓ માટેના પૈસા ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.જેના માટે તેને કમિશન તરીકે રૃ.૭૦ લાખ મળ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ફરિયાદીને પાછળથી એક વોટ્સએપ મેસેજ મળ્યો હતો.એમાં તત્કાલીન એનઆઈએ વડા સદાનંદ દાતેની સહી ધરાવતી નોટિસ હતી.નોટિસમાં ચેતવણી આપવામાં આવી હતી કે તપાસમાં સહકાર ન આપવા બદલ તેમને ૧૦ વર્ષની જેલ અને પાંચ લાખ રૃપિયાનો દંડ થઈ શકે છે.
અધિકારીએ કહ્યું હતું કે એની સાથે નકલી ધરપકડ વોરંટ અને જપ્તીના આદેશની નકલો પણ જોડવામાં આવી હતી.
સાયબર ગુનેગારો દ્વારા પીડિતને કથિત રીતે તેના બેંક ખાતાઓની વિગતો શેર કરવા કહેવામાં આવ્યું હતું.આરોપીઓએ જણાવ્યું હતું કે આ કેસમાંથી નામ કાઢવા માટે તેમના ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરવા પડશે.
વરિ નાગરિકે ધરપકડના ડરથી ૧૮ નવેમ્બરથી ૩ ડિસેમ્બર, ૨૦૨૫ વચ્ચે અનેક વ્યવહારોમાં ૨.૨૫ કરોડ રૃપિયાથી વધુ રકમ છેતરપિંડી કરનારાઓ દ્વારા આપવામાં આવેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
પૈસા મળ્યા પછી આરોપીએ ફરિયાદીને કહ્યું કે તેમના જામીન મંજૂર થઈ ગયા છે અને ધરપકડ કરવામાં આવશે નહીં.વૃધ્ધને ખાતરી આપી કે ટૂંક સમયમાં તેમના પૈસા પરત કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
જો કે પૈસા પાછા ન મળતા છેતરપિંડી થઈ હોવાનું જણાતા વૃધ્ધએ સાયબર પોલીસને મામલાની જાણ કરી હતી.
પોલીસ ત પાસમાં કિશન ભાવેશભાઈ મકવાણાની ગુનામાં સંડોવણીની જાણ થઈ હતી.પોલીસે તેને ઝડપી લીધો હતો.પૂછપરછ દરમિયાન ગુનામાં કિશનની સંડોવણીની પુષ્ટિ થયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ કેસની વધુ તપાસ ચાલુ છે.


