વસઈવિરાર મ્યુ.માં ગેરકાયદે બાંધકામોને છાવરવાના કેસમાં ચુકાદો
માજી ડેપ્યુટી ડિરેક્ટર રેડ્ડીની મની લોન્ડરિંગનો કેસ રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
મુંબઈ - જો કોઈ વ્યક્તિ લાંચ લતી હોય તો એ ગુનાની રકમ પ્રાપ્ત કરે છે, એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવીને વસઈ વિરાર મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ભૂતપૂર્વ ડેપ્યૂટી ડિરેક્ટર વાય. શિવા રેડ્ડીને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ ગયા વર્ષે આરોપી રેડ્ડીની ધરપકડ કરી હતી.રેડ્ડીએ ધરપકડને ગેરકાયદે જાહેર કરીને વિશેષ કોર્ટે આપેલા રિમાન્ડના આદેશને રદ કરવાની દાદ માગી હતી. પણ રેડ્ડીએ કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. અરજીમાં
ગયા વર્ષે ઓગસ્ટમાં ધરપકડ થઈ ત્યારથી રેડ્ડી અદાલતી કસ્ટડીમાં છે અને અરજીમાં જણાવ્યું હતું કે ઈડીએ પોતાના ઘરે તપાસ ક્યા બાદ પ્રિવેન્શન કરપ્શન એક્ટ હેઠળ મૂળ ગુનો નોંધાયો હતો. પરંતુ આ ગુનામાંથી ગુનાની રકમ દ્વારા પ્રાપ્ત કરાયેલી રોકડ કે દાગીનો મળ્યું હોવાનું દર્શાવતો કોઈ પુરાવો નથી.
હાઈકોર્ટે જોકે નોંધ કરી હતી કે પીએમએલએની જોગવાઈ હેઠળ ગુનાની રકમનો વ્યાપક અર્થ કોઈ મિલકત જે સીધી કે આડકતરી રીતે ગુનાહીત પ્રવૃત્તિને કારણે મેળવી હોય. આથી જો વ્યક્તિ લાંચ સ્વીકારે છે તો એ પણ ગુનાની રકમ પ્રાપ્ત કરી ગણાય છે, એમ હાઈકોર્ટે આદેશમાં જણાવ્યું હતું.
રેડ્ડી અને અન્યો સામેના આરોપમાં જણાવાયું ચે કે ૨૦૧૯ અને ૨૦૨૩ દરમ્યાન ૪૧ ગેરકાયદે બાંધકામોને બોગસ દસ્તાવેજોને આધારે ખોટી પરવાનગીઓ અપાઈ હતી. આ બાંધકામો સ્યુએજ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે આરક્ષીત જમીન ો પર થયા છે.
પ્રથમદર્શી રીતે બેહિસાબી રોકડ, દાગીના અને અન્ય ચીજવસ્તુઓ તેમ જ સાક્ષીદારોએ આપેલા નિવેદનો મળીને રેડ્ડી મની લોન્ડરિંગના ગુનેગાર હોવાનું માનવા માટે ઈડી માટે પુરતો આધાર પૂરો પાડે છે, એમ બેન્ચે જણાવ્યું હતું.
ઈડીના આરોપ અનુસાર રેડ્ડીએ લાંચની રકમ દાગીના અને લક્ઝરી વસ્તુઓ ખરીદવા વાપરી હતી. ગુનાની રકમનો વ્યાપ વધી શકે છે કેમ કે હજી તપાસ ચાલી રહી છે.ઈડીએ તપાસમાં રેડ્ડીના ઘરેથી ૮.૨૩ કરોડની બિનહિસાબી રોકડ અને ૨૩.૨૮ કરોડના દાગીના જપ્ત કર્યા હતા.
રેડ્ડીની અરજી ફગાવતાં કોર્ટે જણાવ્યું હતું કે આમાં મધ્યસ્થી કરવાનો કોઈ પ્રથમદર્શી કેસ નથી બનતો આથી ધરપકડ ગેરકાયદે જાહેર કરવા કે રિમાન્ડ આદેશ રદ કરવાનો કેસ નથી બનતો.


