અભિનવ કશ્યપે હવે શાહરૃખ ખાનને ભરડામાં લીધો

આ પહેલા તેણે સલમાન ખાન પર કટાક્ષ કરીને ચાબખા માર્યા હતા
મુંબઇ - દિગ્દર્શક અભિનવ કશ્યપે સલમાન ખાન પર આડેધડ આરોપો મુક્યા પછી હવે શાહરૃખ ખાનને ભરડામાં લીધો છે. તેણે એક ઇન્ટરવ્યુમાં અભિનેતા ભારતમાં શું કરે છ ેતેણ ેદુબઇ જતું રહેવું જોઇએ તેવી ટીપ્પણી કરી હતી. ડાયરેકટરે કિંગ ખાન પર બળાપો કાઢતાં કહ્યું હતુ ંકે, તેણે દુબઇ જતું રહેવું જોઇએ. તેણ ેસુપરસ્ટારની આલોચના કરતાં કહ્યું હતું કે, આ લોકો સમાજથી ફક્ત લેવાનું જાણે છે બદલામાં પાછું કાંઇ આપતા નથી. અભિનવ કશ્યપે જવાન ફિલ્મનો તેનો ડાયલોગ પણ યાદ કરીને કહ્યું હતું કે, તેઓ અહીં રહીને જ ફિલ્મમાં લાઇન બોલે છે કે બેટે કો હાથ લગાને સે પહેલે બાપ સે બાત કર.લોકો તેની સાથે શું કામ વાત કરે ?તેની સંપત્તિથી મને શું લેવા દેવા છે । તે બોલવામાં બહુ શાણો છે પરંતુ તેની નીયત ચોખ્ખી નથી.
અભિનવ કશ્યપે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, શાહરૃખ ખાન ફક્ત સમાજથી લેવામાં જ જાણે છે, આપવામાં નહીં તેણે અભિનેેતાના દુબઇના ઘરને જન્નત સમાન ગણાવીને કહ્યું હતું કે, તે ભારતમાં મન્નતમાં શુ કરે છે તેણે જન્નતમાં રહેવા જતું રહેવું જોઇએ.તેણે વધુમાં કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, તેણે મન્નતમાં વધુ બે માળ બંધાવાની પરવાનગી માંગી છે. તેની ભારતમાં માંગણીઓ વધી રહી છે. પરંતુ તેની જન્નત દુબઇમાં છે તો તેણએ ત્યાં રહેવા જતું રહેવું જોઇએ તે ભારતમાં શું કરી રહ્યો છે ?
રાઇટર -ડાયરેકટર અભિનવ કશ્યપે થોડા દિવસો પહેલા સલમાન ખાન પર કટાક્ષ અને ઊગ્રતાના ચાબખા માર્યા હતા. તેણે સલમાનની દબંગથી ડાયરેકટર તરીકે કારકિર્દી શરૃ કરી હતી.









