આમિરની ગર્લફ્રેન્ડ ગૌરી પાપારાઝીઓ ભડકીઃ નવી જયા બચ્ચનનું બિરુદ
પોઝ આપવા ઈન્કાર કરી દીધો
અગાઉ કોઈ ઓળખતું ન હતું, હવે મોટી સેલિબ્રિટી જેવો મિજાજ
મુંબઈ - હજુ ગઈકાલ સુધી જેનું નામ પણ કોઈને ખબર ન હતી એવી આમિરની નવી ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ હવે કોઈ સેલિબ્રિટી જેવો મિજાજ ધરાવતી થઈ ગઈ છે. તાજેતરમાં તેણે પાપારાઝી ફોટોગ્રાફર્સને ખખડાવી નાખતાં લોકોએ તેને નવી જયા બચ્ચનનું બિરુદ આપી દીધું છે.
ગૌરી વોક પર નીકળી હતી ત્યારે કેટલાક પાપારાઝીઓએ તેના ફોટા પાડવા શરુ કર્યા હતા. ગૌરીએ તેમને પોઝ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ઉલ્ટાનું એમ કહીને ખખડાવ્યા હતા કે મારો પીછો છોડી દો, મને એકલી રહેવા દો.
આમિર બે વખત છૂટાછેડા લઈ ચૂક્યો છે. ગૌરી પણ ડાઈવોર્સી છે. આમિરે થોડા સમય પહેલાં જ પોતાની નવી પાર્ટનર તરીકે ગૌરીનો સૌને પરિચય કરાવ્યો હતો. ત્યારથી તે આમિર સાથે અનેક ઈવેન્ટસમાં દેખાય છે.