હાઈવે ટી સ્ટોલ પર કાર રોકાયા બાદ તરુણી પર બળાત્કાર, દાગીના લૂંટાયાં
દૌંડ પાસે પંઢરપુર દર્શને જતી મહિલાઓ પર અત્યાચાર
કાર ઉભી રહી અને અચાનક ટુ વ્હિલર પર નરાધમો આવ્યાઃ તરુણીને સ્ટોલ પાછળ ખેંચી ગયાઃ ટી સ્ટોલનો માલિક વયોવૃદ્ધ હોવાથી પ્રતિકાર ન કરી શક્યા
મુંબઈ - પુણે સોલાપુર હાઈવે પર રસ્તામાં ચા પીવા માટે કાર રોક્યા બાદ ત્રાટકેલા અજાણ્યા શખ્સોએ કારમાં બેઠેલી ૧૭ વર્ષીય તરુણી પર બળાત્કાર ગુજાર્યો હતો અને અન્ય ત્રણ મહિલાની આંખમાં મરચાની ભૂકી છાંટી તેમના દોઢ લાખના દાગીના લૂંટી લીધા ં હતાં. બે પરિવારના સબ્યો પંઢરપુરની યાત્રાએ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, પુણે- સોલાપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દેવદર્શન માટે ગામના બે અલગ અલગ પરિવારના સભ્યો ફોર વ્હીલરમાં સવાર થઈને પંઢરપુર જઈ રહી હતી. જેમાં સોમવારે પરોઢે ૪.૩૦ વાગ્યાની આસપાસ દૌંડ પોલીસ સ્ટેશનની હદમાં સ્વામી ચિંચોલીમાં હાઈવે નજીક ડ્રાઈવરને ઝોંકુ આવી જતા તેણે રસ્તાની બાજુમાં આવેલ ચાના સ્ટોલ પાસે કાર રોકી દીધી હતી.
આ સમયે બે અજાણ્યા શખ્સો ટુ વ્હીલર પર સવાર થઈને ત્યાં પહોંચ્યા હતા અનેં બેમાંથી એક શખ્સે છાકુની ધાક બતાવીને ૧૭ વર્ષીય તરુણીને સ્ટોલની પાછળ લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન બીજા શખ્સે છાકુની ધાક બતાવીને અન્ય કારમાં સવારોને ધમકાવ્યા હતા અને મહિલાઓની આંખમાં મરચાની ભૂકી છાંટીને તેમના રુ. ૧.૫ લાખના સોનાના ઘરેણા લૂંટી લીધા હતા. આ બાદ બંને આરોપીઓ બાઈક પર સવાર થઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ બાદ કારમાં સવાર લોકોએ આ અંગે દૌંડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આ મામલે બે અજાણ્યા શખ્સો સામે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને આઠ પોલીસની ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં ચાના સ્ટોલ માલિકે આ સંપૂર્ણ ઘટના નિહાળી હોવાથી તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું હતું. ચા સ્ટોલનો માલિક પોતે ૭૦ વર્ષીય હોવાથી પોતે પ્રતિકાર ન કરી શક્યો હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન રોહિત પવારે આ મામલે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે દૌંડમાં અજાણ્યા શખ્સો દ્વારા ચા પીવા માટે રાહ જોઈ રહેલા વારકરીઓ સાથે રહેલી તરુણી સાથે બળાત્કાર ગુજાર્યો તે મહારાષ્ટ્ર માટે શરમજનક ઘટના છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથડાયેલ સ્થિતિમાં છે અને તેથી ગુંડાઓને પણ કોઈ ડર નથી. તેથી આજે વારકરી પણ સુરક્ષિત નથી. તો શું મહારાષ્ટ્રમાં જંગલ રાજ નથી ચાલી રહ્યું? આ ઘટનાથી ભારે ચકચાર મચતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.