Get The App

રેલવે ટ્રેક પર રીલ બનાવતા યુવકનું ટ્રેનની અડફેટે મોત

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
રેલવે ટ્રેક પર રીલ બનાવતા યુવકનું ટ્રેનની અડફેટે મોત 1 - image

સાથે આવેલો સાથી ગભરાઇને નદીમાં કૂદી પડયો

પોલીસ કહ્યું સોશિયલ મીડિયાના વળગણથી બેદરકારી વધી, શાળા-કોલેજોમાં જાગરૃકતા અભિયાન ચલાવીશું

મુંબઈ -  બુલઢાણામાં અલ્સાના ગામ નજીક રેલવે ટ્રેક પ્ર ઇન્સ્ટાગ્રામ રીલ બનાવતા યુવકનું પૂરવેગે આવતી ટ્રેનની અડફેટે મોત નીપજ્યું છે. ૨૨ વર્ષના મહમ્મદ નદીમ સાથે તેનો મિત્ર પણ હતો. નદીમનો અક્સ્માત જોઇને ગભરાયેલો સાથી ત્યાંથી ભાગીને નદીમાં કૂદી પડયો હતો. જેને ગંભીર ઇજાઓ થઇ છે. 

ઘટનાની જાણ થતાં જ શેગાંવ ગ્રામીણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.  ટ્રેનની અડફેટે આવેલા યુવકને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કર્યા બાદ અન્ય હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે લઇ જઇ પોલીસે પંચનામાની પ્રક્રિયા હાથ ધરી હતી. અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને આગળની તપાસ કરાઇ હતી. 

પોલીસ અધિકારીઓના જણાવ્યાનુસાર પિંપલગામનો રહેવાસી નદીમ ગુરુવારે અલ્સાના ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. તેને જાણ થઇ હતી કે આ ગામની નજીક રેલવે ટ્રેક છે એટલે તે ત્યાં રીલ બનાવવા પ્હોંચી ગયો હતો. સાંજના સમયે રીલ બનાવતી વખતે ઝડપે આવતી ટ્રેનની અડફેટે આવીને ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે યુવકનો ફોન ઘટના સ્થળેથી જપ્ત કર્યો હતો. જેમાં યુવકે બનાવેલી રીલ પોલીસને જોવા મળી હતી. પોેલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાના વળગણને કારણે લોકોમાં બેદરકારી વધી રહી જે જીવના જોખને આમંત્રે છે. તેથી અમે શાળા અને કોલેજોમાં જાગરૃકતા અભિયાન ચલાવીશું.