મહારાષ્ટ્રના ગડચિરોલીમાં 3 મહિલા સહિત કુલ 6 નક્સલવાદીઓ શરણે
સરકારની પુનવર્સન નીતિ હેઠળ ૨૦ વર્ષમાં કુલ ૭૦૪ નક્સલવાદીઓ શરણે આવ્યા
આ છ પર ભેગા મળીને કુલ રૃા.૬૨ લાખનું ઈનામ જાહેર થયું હતુ
મુંબઈ - મહારાષ્ટ્રના ગડચિરોલી જિલ્લામાં બુધવારે ત્રણ મહિલા સહિત છ નક્સલવાદી શરણે થયા હતા. તેવી માહિતી પોલીસે આપી હતી. આ નક્સલવાદીઓ પર કુલ રૃા.૬૨ લાખનું ઈનામ જાહેર થયું હતું. નાગરિકો સામે વ્યર્થ હિંસા અને માઓવાદના ખોખલા દાવાઓનું ઉદાહરણ આપીને છ નક્લવાદીઓ મહારાષ્ટ્રના ડીજીપી સમક્ષ શરણે થયા હતા. સામાન્ય જીવનના મુખ્ય પ્રવાહમાં તે ભળવાની તકનો લાભ લેવા તેઓ પ્રેરિત થયા તેની પાછળ સરકારની પુનર્વસન પોલિસીને તેમણે શ્રેય આપ્યો હતો.
છેલ્લા ત્રણ વર્ષમાં ૭૩ કટ્ટર અને ૭૧૬ નક્સલવાદીઓ શરણે થયા છે.
મહારાષ્ટ્રના નક્સલ વિરોધી યુનીટ સી૬૦ની ડીજીપી શુક્લાએ પ્રશંસા કરી હતી.
શરણે આવો પુનર્વસન પોલિસીનો લાભ મેળવો તેવું વર્ષ ૨૦૦૫થી અમલમાં આવ્યું છે. નક્સલવાદનો અંત લાવવા કેન્દ્ર સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૬ની ડેડલાઈન જાહેર કરી છે.
છેલ્લા ૨૦ વર્ષમાં મહારાષ્ટ્રમાં ૭૦૪ માઓવાદીઓ શરણે આવ્યા હતા. તેવું ગડચિરોલી પોલીસના અધિકારીઓએ કહ્યું હતું.