પુણેના ગણેશોત્સવમાં ટ્રાન્સજેન્ડર્સ ટીમ ઢોલ-તાશાની રમઝટ બોલાવશે

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
પુણેના ગણેશોત્સવમાં ટ્રાન્સજેન્ડર્સ ટીમ ઢોલ-તાશાની રમઝટ બોલાવશે 1 - image


રાજ્યની પહેલી ટ્રાન્સજેન્ડર વાદક ટીમ  સજ્જ

અમને કોઈ પોતાના ગૂ્રપમાં સામેલ ન કરત એટલે અમે જાતે શિખંડી ગ્રુપ બનાવ્યું અને  શીખ્યા

મુંબઇ - પુણે ગણેશોત્સવનું મુખ્ય આકર્ષણ એ ઢોલ-તાશાના પથકોનું હોય છે. સમગ્ર મહારાષ્ટ્રમાં અત્યારે વિવિધ પથકો જોશભેર તૈયારીઓ કરી રહ્યાં છે. ઢોલ-તાશા સાથેના ગણેશોત્સવના સાક્ષી બનવા વિશ્વભરના લોકો પુણે આવે છે. ત્યારે પુણેમાં રાજ્યનું સૌપ્રથમ ટ્રાન્સજેન્ડર ઢોલ-તાશા પથક પણ ભગવાન શ્રીગણેશના આગમન તથા વિસર્જનમાં પોતાની કલા પ્રદર્શન માટે સજ્જ થઈ રહ્યું છે. 

સૌપ્રથમવાર પુણેના માર્કેટયાર્ડ વિસ્તારમાં ટ્રાન્સજેન્ડરોએ ભેગાં મળી 'શિખંડી' ઢોલ-તાશા ગુ્રપની રચના કરી છે. જેમાં ઘણી ટીમો છે અને દરેક ટીમમાં ૨૫ થી ૩૦ સભ્યો છે. આ ટીમના એક ટ્રાન્સજેન્ડરના જણાવ્યાનુસાર, આજે ટ્રાન્સજેન્ડરો વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. ગણેશોત્સવ એ પુણેની શાન છે અને પુણે એ રાજ્યની સાંસ્કૃતિક રાજધાની છે. આ ગણેશોત્સવમાં અમે ઢોલ-તાશા વગાડવા માગતાં હતાં. કોઈ અમને તેમના ગુ્રપમાં જોડવાનું ન હતું. પરંતુ અમને ખાતરી હતી કે જો અમે અમારું ગુ્રપ શરુ કરીશું તો અમને પણ ક્યાંક પ્રદર્શન કરવાની તક મળશે. અમે જુલાઈના અંતમાં ઢોલ-તાશા વગાડવાનું શરુ કર્યું. અમને નાદબ્રહ્મ ઢોલ-તાશા પથકે આ વાદ્યો વગાડતાં શીખવ્યું. અમે આ વર્ષે દોઢ અને સાત દિવસના વિસર્જનમાં પણ અમારા પથકની વાદ્યકલા રજૂ કરીશું.

અન્ય એક મેમ્બર કે જે આ પથકમાં છે, તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે તેમને પાંચ માનના ગણેશ મંડળો તથા શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંડળની સામે પર્ફોર્મ કરવાની તક મળશે. તેમની ટીમમાં અત્યારે ૨૦ થી ૨૫ સંગીતકારો છે. આવતાં વર્ષે તેઓ આ ટીમનું વિસ્તરણ કરવાની ઈચ્છા ધરાવે છે.



Google NewsGoogle News