Get The App

લોાનવલા પાસે એકવીરા દેવીના ગઢ પર રોપ વે બનાવાશે

Updated: Dec 20th, 2022

GS TEAM

Google News
Google News
લોાનવલા પાસે  એકવીરા દેવીના ગઢ પર  રોપ વે બનાવાશે 1 - image


પર્યટકો માટે ખાસ સવલતો ઊભી થશે

મૂળ પર્યટન વિભાગનો પ્રોજેક્ટ હવે રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા અમલી બનાવાશે

મુંબઈ :  પુણે જીલ્લાના લોનાવાલા પાસે કાર્લા ખાતે આવેલા એકવીરા દેવીના ગઢ પર રોપ વે બનાવાશેમહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

એકવીરા દેવી કિલ્લા સુધી પહોંચવા માટે રજ્જુ માર્ગ (રોપ-વે) પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ટુરીઝમ વિભાગ દ્વારા ભારતના પુરાતત્વ વિભાગ, વન વિભાગના સહયોગથી હાથ ધરવાનો હતો.જો કે, હવે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમ એસ આર ડી સી) દ્વારા કરવામાં આવશે. તેને રાજ્ય સરકાર તરફથી પણ મંજૂરી મળી છે. 

એકવીરા દેવીનું મંદિર સહ્યાદ્રી પર્વતોની તળેટીમાં કાર્લા ખાતે એક ટેકરી પર આવેલું છે.   મંદિર સુધી પહોંચવા માટે કેટલાક પગથિયાં ચઢવા પડે છે.  ચોમાસા દરમિયાન આ વિસ્તારનું કુદરતી સૌંદર્ય મન મોહી લે છે. પ્રવાસીઓ પર્વત પરથી નીચે આવતા ધોધ અને નજીકના લોનાવલા અને ખંડાલાના પ્રખ્યાત હિલ સ્ટેશન ઉપરાંતે લોહગઢ સહિત શિવકાળના અન્ય ઐતિહાસિક કિલ્લાઓ છે. તેથી અહીં પર્યટકોની ભીડ જામે છે.


Tags :