આજે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ખરેખરી રસાકસી

- ઉધ્ધવ સમર્થક જૂથના દંડકે એકનાથ શિંદે સહિત શિવસેનાના તમામ એમએલએ માટે વ્હીપ જારી કર્યો
વિધાનસભા અધ્યક્ષપદમાટેની ચૂંટણીની પૃષ્ઠભૂમિ પર પાર્ટીના ધારાસભ્ય અને શિવસેનાના ચીફ વ્હીપ સુનીલ પ્રભુએ મુખ્યમંત્રી એકનાથ શિંદેસાથે તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કર્યો છે. શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીના રાહુલ નાર્વેકરસામે મહાવિકાસ આઘાડી તરફથી રાજન સાળવીને મેદાનમાં ઉતાર્યા છે.
ભારતીય જનતા પાર્ટી અને મહાવિકાસ અઘાડીએ વિધાનસભા અધ્યક્ષ પદ માટે તેમના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ નાર્વેકર અને મહાવિકાસ અઘાડી તરફથી શિવસેનાના ધારાસભ્ય રાજન સાળવીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેથી હવે વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી વિધાન પરિષદ અને રાજ્યસભાની જેમ જ મુશ્કેલ બનશે અવું રાજકીય નિષ્ણાતોનૂ માનવૂ છે. આવતીકાલે ૩ જુલાઈના રોજ ચૂંટણી યોજાશે.
આ ચૂંટણીની પૃષ્ઠભૂમિ પર શિવસેના પાર્ટીના નેતા સુનીલ પ્રભુએ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે બધાજ ધારાસભ્યોને વ્હીપ જારી કર્યો છે. ધારાસભ્યોને મહાવિકાસ આઘાડીના ઉમેદવાર રાજન સાળવીને મત આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તો શું શિંદેનું જૂથ ધારાસભ્ય સુનીલ પ્રભુના વ્હીપનું પાલન કરશે? આ અંગે શંકા લેવાઈ રહી છે. તેમજ ઠાકરે તરફી ધારાસભ્યો અને બળવાખોર શિંદે તરફી ધારાસભ્યો વચ્ચે ટક્કર થવાની સંભાવના છે.
હકીકતમાં, એકનાથ શિંદે વિધાનસભામાં શિવસેનાના જૂથ નેતા હતા. પરંતુ તેમણે બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ તેમને જૂથના નેતા પદેથી હટાવી દીધા હતા. નવા ગ્પ લીડર તરીકે અજય ચૌધરીની પણ નિમણૂક કરવામાં આવી હતી. બાદમાં આજે, વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીની પૃભૂમિ પર, વિધાનસભા પક્ષના મુખ્ય પ્રતોદ એટલે કે ચીફ વ્હીપ સુનીલ પ્રભુએ એકનાથ શિંદે સહિત તમામ ધારાસભ્યો માટે વ્હિપ જારી કર્યો છે. મહાવિકાસ આઘાડીના ઉમેદવાર રાજન સાળવીને પોતાનો મત આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તેથી આવતીકાલે વિધાનસભામાં ઠાકરે તરફી ધારાસભ્યો અને બળવાખોર શિંદે તરફી ધારાસભ્યો વચ્ચે ટક્કર થાય તેવા સંકેતો છે. શું તે એકનાથ શિંદેની સાથે બળવાખોર ધારાસભ્ય સુનીલ પ્રભુના વ્હીપનું પાલન કરશે? આ બાબત તરફ સહુની મીટ મંડાઈ છે.




