કાશ્મીરના મહારાજાની ૧૦૦ વર્ષ પુરાણી રોલ્સ-રોયલ જોવા મળશે
આજે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં પુરાણી મોટરકારના પ્રદર્શનમાં ૧૭૫ કાર અને ૫૦ ટુ-વ્હીલર પ્રદર્શિત
મુંબઇ - પ્રજાસત્તાક દિન નિમિત્તે સોમવારે સવારે દક્ષિણ મુંબઇમાં વિતેલા જમાનાની શાનદાર બહુમૂલ્ય વિન્ટેજ તથા કલાસિક કારની રેલી મુંબઇગરા જોઇ શકશે.
વિન્ટેજ એન્ડ કલાસીક કાર કલબ ઓફ ઇન્ડિયા દ્વારા વાર્ષિક વિન્ટેજ કાર ફિયેસ્ટા-૨૦૨૬ અંતર્ગત રેલી અને કાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે શનિવારથી રવિવાર સુધી વર્લ્ડ ટ્રેડ સેનેેટરમાં વિન્ટેજ અને કલાસિક કારનું પ્રદર્શન યોજાયું છે. પ્રદર્શનમાં ૧૭૫ કાર અને ૫૦ ટુ-વ્હીલર નિદર્શિત કરવામાં આવશે.
વીસીસીસીઆઇના ચેરમેન નીતીન ડોસાએ જણાવ્યુ ંહતું કે આ એક્ઝિબિશનમાં કાશ્મીરના ભૂતપૂર્વ મહારાજાની ૧૯૨૭ની રોલ્સ-રોયલ ફેન્ટ્મ મૂકવામાં આવી છે. ૯૫ વર્ષ પછી આ રોલ્સ ભારત પાછી લાવવામાં આવી છે. આવી જ રીતે વિન્ટેજ કારના કલેકટરો તરફથી એક એકથી ચડિયાતી અને અલભ્ય પુરાણી મોટરકારો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. વિન્ટેજ કાર રેલવેમાં યુવરાજ મહાનારાયામણન સિંધિયા પણ ભાગ લેવાના છે.
૨૬મી જાન્યુઆરીએ સવારે ૧૦.૩૦ વાગ્યે કોલાબા-કફ પરેડના વર્લ્ડ ટ્રેડ સેન્ટરથી વિન્ટેજ કાર રેલી શરૃ થશે અને કોસ્ટલ રોડ પરથી વરલી સુધી જઇને રેલી પાછી ફરશે.


