અંબરનાથમાં એક મોદકનું 1.85 લાખમાં લીલામ

ગયાં વર્ષે ૨.૨૨ લાખમાં લીલામ થયું હતું
ગણપતિજીના હાથમાં મૂકાયેલા મોદકનું લીલામની ૧૧ વર્ષથી ચાલતી પરંપરા
મુંબઈ - અંબરનાથમાં શ્રી ખાટુ શ્યામ ગણપતિ મંડળ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ગણપતિને પ્રિય મોદકનું લીલામ યોજ્યું હતું. એક ગણેશભક્તે ૧.૮૫ લાખની ઊંચી બોલી લગાવી આ મોદક ખરીદ્યો હતો. કહેવાય છે ને કે શ્રદ્ધાને કોઈ સીમા નથી હોતી એ વાત મોદકના ઓક્શનમાં સાચી પડી છે.
સાર્વજનિક ગ ણેશોત્સવ દરમિયાન મોદકને વિઘ્નહર્તાના હાથમાં રાખવામાં આવ્યા બાદ દસમે દિવસે તેનું લીલામ કરવામાં આવે છે. મંડળના પ્રમુખ પ્રમોદકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે લીલામમાં મોદકની બોલી લગાવી જે આ મોદક મેળવવામાં સફળ થાય છે તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માને છે અને પોતાના માટે તેમ જ પરિજનો માટે શુભ સંકેત સમજે છે. જે ગણેશભક્તોની માનતા પૂરી થઈ હોય તેઓ મોટે ભાગે ઋણ અદા કરવાની શુભભાવનાથી મોદકના ઓક્શનમાં ભાગ લે છે.
એવું જાણવા મળ્યું હતું કે ૧૧ વર્ષ પહેલાં એક ગણેશભક્તે માનતા માની હતી અને ઇચ્છા પૂરી થાય એવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરી હતી. માનતા પૂરી થતા તેણે ગણપતિની પ્રતિમાના હાથમાં મોદક મૂક્યો હતો અને ત્યાર પછીના વર્ષે ે જ મોદક સાત હજાર રૃપિયામાં ખરીદી લીધો હતો. આમ મોદકના ગયા વર્ષે મોદકનું ૨.૨૨ લાખમાં લીલામ થયું હતું. અંબરનાથ મતદારસંઘમાંથી સતત ચોથી વાર વિધાનસભ્ય તરીકે ચૂંટાયેલા બાલાજી કિનીકરની પત્નીએ સૌથી ઊંચી બોલી કરીને આ મોદક ૨.૨૨ લાખમાં મેળવ્યો હતો.









