પ્રાણીપ્રેમી સંસ્થાઓમાં રોષ
તબીબી દેખરેખ, સારવાર પદ્ધતિ સહિતની બાબતોમાં તપાસ યોજવા માગણી
મુંબઇ
- બોરીવલીના સંજય ગાંધી
નેશનલ પાર્કના 'સૂર્યા' નામના આઠ
વર્ષના દીપડાનું કિડની અને લિવરની બીમારીની સારવાર દરમિયાન રવિવારે મૃત્યુ થયું
હતું. જો કે પ્રાણીરક્ષક સંસ્થાઓએ માગણી કરી છે કે દીપડાના મૃત્યુ માટે જવાબદાર
કારણોની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઇએ.
'સૂર્યા' દીપડાના
મૃત્યુને પગલે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ પ્રોટેક્શન, અમ્મા કેર ફાઉન્ડેશન તથા પ્લાન્ટ એન્ડ એનિમલ વેલ્ફેર સોસાઇટી મુંબઇ દ્વારા
નેશનલ પાર્કમાં વન્યજીવોની તબીબી દેખરેખ, સારવાર પદ્ધતિ અને
સંચાલન અંગે સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. આ સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા દીપડાના મૃત્યુ
અંગે સ્વતંત્ર અને સઘન તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. આ સંદર્ભમાં સંબંધિત
સંસ્થાઓએ સંજય ગાંધી નેશનલ પાર્કના નિયામક તથા વનસંરક્ષક તથા સહાયક આયુક્ત સમક્ષ
સત્તાવાર રજૂઆત કરી છે. ૩દીપડાનું મૃત્યુ થયું તેના બે દિવસ પહેલાથી તેણે ખાવાનું
બંધ કરી દીધું હતું. દીપડાની તબિયત બગડી રહી હતી તેની નોંધ સમયસર લેવામાં આવી હતી
કે નહીં, સારવાર પ્રક્રિયા દરમિયાન શું બન્યું હતું તેમ જ
તાત્કાલિક તબીબી સુવિધાઓ અને તૈયારી પૂરતી
હતી કે નહીં તેની વિગતવાર માહિતી જાહેર કરવ ાની માગણી ઉપરોક્ત સંસ્થાઓ
દ્વારા કરવામાં આવી છે.


