For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહારાષ્ટ્રમાં શનિવાર 13 ઓગસ્ટથી ફુલ્લી ડિજીટલ લોક અદાલતનો શુભારંભ થશે

- સામાન્ય માનવી ઘેરબેઠા ન્યાય મેળવી શકશે

- અદાલતો પરથી પેન્ડિંગ કેસોનો બોજ ઘટવાની ધારણા

Updated: Aug 7th, 2022

Article Content Imageમુંબઇ

મહારાષ્ટ્રમાં ૧૩ ઓગસ્ટે ફુલ્લી ડિજીટલ લોક અદાલત ભરાવા જઈ રહી છે. ડિજીટલ લોક અદાલત યોજતી એક એવું પગલું છે, જેને કારણે સામાન્ય માનવીને પોતાના ઘરેબેઠા ન્યાયતંત્રનો લાભ મળશે.

લોક અદાલતો પેન્ડિંગ કેસો ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. એ ઉપરાંત ઘરેલુ હિંસા, બદનક્ષીના સિવિલ અને ક્રિમીનલ કેસો ઉપરાંત બંને પક્ષો વચ્ચે સુમેળભર્યું સમાધાન લાવી શકાય એવા કમ્પાઉન્ટેબલ કેસોનો પણ ઝડપથી નીવેડો લાવી શકાશે. ડિજીટલ લોક અદાલતોની સુનાવણીમાં પક્ષકારો દૂર બેઠા જોડાઈ શકે છે. એને લીધે આવી અદાલતોમાં સહેલાઈથી ન્યાય મેળવી શકાય છે.

રાજસ્થાનના જયપુરમાં સૌપ્રથમ ડિજીટલ લોક અદાલતો શરૂ થઈ હતી અને હવે એનો મહારાષ્ટ્રમાં શુભારંભ થવા જઈ રહ્યો છે. એમનું સંચાલન આર્ટિફિશીયલ ઈન્ટેલીજંસથી થશે. બોમ્બે હાઈકોર્ટના એક એડવોકેટે જણાવ્યું હતું કે કોવિડ મહામારીને કારણે ન્યાયતંત્ર ઉપર પહેલા કરતા બોજ વધ્યો છે. મહારાષ્ટ્રમાં કરોડો સિવિલ અને ક્રિમીનલ કેસો પેન્ડિંગ છે. વળી, દર અઠવાડીયે અદાલતોમાં હજારો નવા કેસ નોંધાવાય છે. પહેલાના જમાના કરતા આજના સમયમાં અરજદારો દરેક શક્ય ઉપાય અજમાવતા થઈ ગયા હોવાથી અદાલતોમાં અપીલો ફાઈલ થતી રહે છે અને ખટલાનો ખડકલો વધતો જાય છે. આ સંજોગોમાં લોક અદાલતોની ઉપયોગીતા વિશે લોકોમાં વધુ જાગૃતિ આવે તો ડિજીટલ લોક અદાલતો સફળ થાય.

અન્ય ધારાશાસ્ત્રીઓએ ઉક્ત પગલાને આવકારતા કહ્યું હતું કે કમસે કમ કમ્પાઉન્ડેબલ કેસોનો કોઈપણ તબક્કે કોર્ટમાં ગયા વિના નીવેડો લાવી શકાશ.ે હવે લોકો પોતાના ઘર કે ઓફિસમાં બેસીને અદાલતની કાર્યવાહીમાં જોડાઈ શકશે. તેઓ ઘર કે ઓફિસેથી પોતાના વિવાદોનો નીવેડો લાવી શકશે. સુપ્રીમ કોર્ટમાં પ્રેકટીસ કરતા એડવોકેટ કાદર સયાનીએ આને એક ક્રાંતિકારી નિર્ણય ગણાવતાં કહ્યું હતું કે એને લીધે ખટલાઓનો સમયસર નીવેડો લાવવામાં મદદ મળશે. એને કારણે સામાન્ય માનવી સમય પર, પોસાય એટલા ખર્ચે સક્ષમ ન્યાય મેળવી શકશે.

Gujarat