Get The App

કેન્સરના દરદીને રેડિએશન સારવારમાં આડઅસરો ઓછી કરતું મશીન તૈયાર કરાયું

Updated: May 17th, 2018

GS TEAM

Google News
Google News

- બીએઆરસી સંશોધીત નવી પદ્ધતિએ રેડિએશન ડોઝ આપવામાં કેન્સરગ્રસ્ત ન હોય તેવા કોશોનું રક્ષપ થાય છે મુંબઈ, તા. ૧૬ મે 2018, બુધવાર આ મહાનગરમાંના અણું સંશોધનની મહત્વની સંસ્થા ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર (બીએઆરસી)એ રેડિઓથેરપીની સારવાર લેતા કેન્સરના દરદીઓની તબિયતને લગતી તકલીફો (આડઅસરો) ઓછી કરે તેવું નવું મશીન તૈયાર કર્યું છે. મલ્ટિ લીફ કોલિમેટર સિસ્ટમ એ રીતે તૈયાર કરવામાં આવી છે કે રેડિએશન (કિરણોત્સર્ગ)નો ડોઝ (માત્ર) અત્યંત ચોકસાઇપૂર્વક કેન્સરની ગાંઠ અને વિશોષકરીને અસાધારણ આકારમાંની ગાંઠના વિસ્તારમાં આપી શકાય અને કેન્સરના દરદીને રેડિએશનનો ડોઝ આપવામાં આવે ત્યારે કેન્સરગ્રસ્ત ન હોય તેવા (તંદુરસ્ત) કોશ મંડળ (પેશી જાળ) સુરક્ષિત રહે. નવું મશીન રેડિએશન સંબંધી તકલીફોમાં લગભગ અડધોઅડધ ઘટાડો કરશે. અને કેન્સરના દરદીની બચી જવાની શક્યતામાં વધારો કરવાની સંભાવના આ મશીનમાં છે. એમ ટાટા મેમોરિઅલ હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું. આ મશીન કેન્દ્રીત (ફોક્સડ્) સ્વરૃપે રેડિએશન ડોઝ આપશે. જેથી શરીરના કેન્સરગ્રસ્ત વિસ્તારની આજુબાજુના કોશને ઓછું નુકસાન થશે. પરંપરાગત કોબાલ્ટ રેડિએશન મશીનની તુલનાએ આ નવા મશીનથી સારવાર આપવામાં આડઅસરો ઓછી થશે. પરિણામે રેડિએશન ડોઝ પણ આવશ્યકતા મુજબ વધારી શકાશે એમ ટીએમએચના રેડિએશન ઓન્કોલોજીના અધ્યાપક ડૉ. સુપ્રીણા ચોપડાએ જણાવ્યું હતું. આ નવા મશીનની સારવારનો લાભ દરદીઓને આગામી આઠ દસ દિવસમાં એડવાન્સ્ડ્ સેન્ટર ફોર ટ્રેનિંગ, રીસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન  કેન્સર (એસીટીઆરઇસી) ખારઘર, નવી મુંબઇ ખાતે ઉપલબ્ધ  થશે એમ તેમણે ઉમેર્યું હતું. દેશના વિવિધ સ્થળોએ ડીપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી (ડીએઇ), હેઠળની સંસ્થાઓએ વિકસાવેલા અન્ય ચાર મશીનો સાથે આ મશીનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બીએઆરસી ખાતે મંગળવારે કર્યું હતું.