Get The App

બેંગકોંકથી ફલાઈટમાં દુર્લભ 94 વન્ય જીવોની દાણચોરી

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News
બેંગકોંકથી ફલાઈટમાં દુર્લભ 94 વન્ય જીવોની દાણચોરી 1 - image


એક પ્રવાસીની કસ્ટમ દ્વારા ધરપકડ

બેગમાંથી  ૮૦ ઈગુઆના, છ લ્યુસિસ્ટિક સુગર ગ્લાઈડર,  બે ક્રેસ્ટેજ ફિન્ચ વિવિધ પ્રજાતિના કાચબા મળી આવ્યા

મુંબઈ  -  છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા એક ઓપરેશનમાં બેંગકોંકથી આવેલા એક મુસાફરના બેગમાંથી ૯૪ વિવિધ પ્રજાતીના દુર્લભ વન્યજીવો મળી આવ્યા હતા. વિભાગે પ્રાણીઓને બચાવ્યા હતા અને  કેસ નોંધી  મુસાફરની ધરપકડ કરી હતી.  કસ્ટમ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ, બેંગકોકથી આવેલા એક મુસાફરને શંકાના કારણે મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન મુસાફર ભયભીત અને બેચેન જણાતો હોવાથી તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

તેના સામાનની સઘન તપાસ કરતા દુર્લભ અને સંરક્ષિત વન્યજીવો મળી આવ્યા હતા. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા મુજબ બેગમાંથી એક ચાકો ગોલ્ડનની ટેરેન્ટુલા, એક બ્રાન્ચપેલ્મા ટેરેન્ટુલા (વિવિધ પ્રજાતિના કરોળીયા), ૮૦ ઈગુઆના (વિવિધ પ્રજાતિની ગરોળીઓ)   મળ્યા હતા. તેમાંથી છ મૃત હતા.  છ લ્યુસિસ્ટિક સુગર ગ્લાઈડર (એક પ્રકારની ખિસકોલી), એક ફાયર ટેઈલ્ડ સનબર્ડ, એક પર્પલ- થ્રોટેડ સનબર્ડ (વિવિધ પ્રજાતિના પક્ષીઓ), બે ક્રેસ્ટેજ ફિન્ચ (એક પ્રકારની ચકલી), એક હની બિયર (રીંછ) અને બે બ્રાઝિલિયન ચેરી- હેડ્ડ ટર્ટલ (વિવિધ પ્રજાતિના કાચબાઓ) મળી આવ્યા હતા.

કસ્ટમ્સ વિભાગ દ્વારા પંચનામાં બાદ તમામ પ્રાણીઓને જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં વન્યજીવ નિષ્ણાંતોની મદદથી તમામ વન્યજીવોની સંભાળ રાખવામાં આવી રહી છે. વધુમાં આ તમામ પ્રાણીઓને તેમના દેશોમાં પાછા મોકલવામાં માટે કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને આરોપી મુસાફર સામે કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ હેઠળ કેસ નોધી તેની  ધરપકડ કરવામાં આવી હતી. 

કસ્ટમ્સ અધિકારીઓએ આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આ દાણચોરી પાછળ આંતરરાષ્ટ્રીય વન્યજીવ દાણચોરોની ગેંગ હોવાની આશંકા છે.

Tags :