Get The App

મહારાષ્ટ્ર વાઘ અભયારણ્યોમાં એ.આઇ. ટેક્નોલોજીથી સજ્જ 900 કેમેરા ગોઠવાશે

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્ર વાઘ અભયારણ્યોમાં એ.આઇ. ટેક્નોલોજીથી સજ્જ 900 કેમેરા ગોઠવાશે 1 - image


વાઘના હુમલાનું જોખમ નિવારવા હાઈટેક પદ્ધતિ

વાઘ કોઇ ગામ તરફ જતો કેમેરામાં ઝડપાશે કે તરત સંબંધિત ગામની એલાર્મ રણકી ઉઠશે

મુંબઇ -  મહારાષ્ટ્રના જુદા જદુ ટાઇગર પ્રોજેક્ટ હેઠળના વાઘ અભયારણ્યોમાં વાઘોની વધતી જતી વસતી અને તેની સાથે માનવ પર હુમલાના વધતા જતા હુમલાના બનાવો ખાળવા માટે એ.આઇ. (આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીથી સજ્જ ૯૦૦ અદ્યતન કેમેરા ગોઠવવામાં આવશે. આ કેમેરાની મદદથી વાઘની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે. કેમેરા સાથે એલાર્મ સિસ્ટમ પણ જોડાયેલી હશે. વાઘ કોઇ ગામ ગામ તરફ જતો કેમેરામાં ઝડપાશે કે તરત જ સંબંધિત ગામમાં એલાર્મ રણકી ઉઠશે જેથી ગામલોકો સાવધ  થઇ જશે.

મહારાષ્ટ્રમાં માનવ અને પ્રાણી વચ્ચેનો સંઘર્ષ બેહદ વધી ગયો  છે. એ બાબતની ગંભીર નોંધ લઇને રાજ્ય સરકારે વ્યાઘ્ર પ્રકલ્પ (ટાઇગર પ્રોજેક્ટ)માં એ.આઇ. બેઝડ ૯૦૦ કેમેરા ગોઠવાશે એવી માહિતી મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આજે આપી હતી. તેમણે કહ્યું હતું કે આ કેમેરા ગોઠવવા  માટે એક કંપની સાથે  સામંજસ્ય કરાર કરવામાં આવ્યા છે. કેમેરા ઉપરાંત જોખમનો સંકેત આપતી એલાર્મે સિસ્ટમ પણ કેમેરા સાથે જોડાયેલી હશે. એટલે જેવો કોઇ વાઘ કે દીપડો  અભયારણ્યની લગોલગ આવેલા ગામ તરફ જતો કેમેરામાં ઝડપાશે કે તરત જ સંબંધિત ગામમાં લગાડવામાં આવેલી એલાર્મ  ગાજી ઉઠશે. એટલે ગામમના લોકો સાવધ થઇ જશે. આને લીધે લોકોને જંગલી જનાવરોના હુમલાથી બચાવી શકાશે.


Tags :