ગેરકાયદે બાંધકામ કરી બેઠેલા બિલ્ડરો અરજી જ નથી કરતા
ઓસી વિના સુવિધાઓનાં વાંકે રહીશો હેરાનઃ વિધાનસભામાં કૌભાંડ ગાજતાં તપાસના આદેશો
મુંબઈ - વસઈ-વિરારમાં, ડેવલપર્સ અને અધિકારીઓની મિલીભગતથી ઓક્યુપન્સી સટફિકેટ કૌભાંડ ચાલી રહ્યું છે અને ૯૦ ટકા ઇમારતાને ે ઓક્યુપન્સી સટફિકેટ મળ્યું નથી એવો મુદ્દો વિધાનસભામાં ઉઠયા બાદ રાજ્ય સરકારે તપાસનો આદેશ આપ્યો છે.
વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ૨૦૦૯ માં થઈ હતી. મહાનગરપાલિકાની સ્થાપનાના ૧૬ વર્ષમાં, લગભગ ૨૩૦૦ ઇમારતોને બાંધકામ પરવાનગી (સીસી) આપવામાં આવી છે. જો કે, લગભગ ૯૦ ટકા ઇમારતોને હજુ સુધી ઓક્યુપન્સી સટફિકેટ (ઓસી) મળ્યા નથી. પરિણામે, આ ઇમારતોના રહેવાસીઓને પાણી અને અન્ય મૂળભૂત સુવિધાઓ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વસઈનાં ધારાસભ્ય સ્નેહા દુબે પંડિતે સોમવારે સભાગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઘણા ડેવલપર્સે મંજૂર પ્લાન કરતાં વધુ બાંધકામ કર્યું હોવાથી, તેઓ ઓક્યુપન્સી સટફિકેટ માટે અરજી કરતા જ નથી. આના કારણે, વધેલા અને અનધિકૃત બાંધકામોમાં રહેતા ફ્લેટ માલિકો મોટા પાયે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે અધિકારીઓ અને ડેવલપર્સ વચ્ચેની મિલીભગતથી ઓસી કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. તેમણે આ કૌભાંડની એસઆઇટી દ્વારા સંપૂર્ણ તપાસ કરવા અને ઓસી આપવા માટે અભય યોજના લાગુ કરવાની માંગ કરી હતી.
વસઈ-વિરારમાં ઓસી આપવા માટે અભય યોજના લાગુ પડતી નથી એમ મંત્રી માધુરી મિસાલે સ્વીકાર્યું હતું. તેમણે આ સંદર્ભમાં વિભાગીય કમિશનર દ્વારા તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે વિભાગીય કમિશનરનો અહેવાલ મળ્યા બાદ વસઈ-વિરારમાં અભય યોજના લાગુ કરવામાં આવશે.ે


