- મની લોન્ડરિંગ, આતંકી કૃત્યોમાં સંડોવણીની દમદાટી
- ઠગાઈના પાંચ કરોડ જમા લેનારો ખાતાંધારક 24 કલાકમમાં પકડાયો : આ ખાતાં બાબતે આવી છ ફરિયાદો
મુંબઈ : દક્ષિણ મુંબઈના ઠાકુરદ્વાર વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક સાથે ફ્રોડસ્ટરોએ રૂ. નવ કરોડની છેતરપિંડી કરી હતી. ફ્રોડસ્ટરોએ મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ માટે તેમના ખાતાનો ઉપયોગ થયો હોવાનું જણાવી તેમની ડિજિટલ એરેસ્ટ કરી આ રકમ પડાવી હતી. આ બાબતે વૃદ્ધે ફરિયાદ કરતા સાયબર પોલીસે કેસને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કરી એક કંપનીના ૨૭ વર્ષના ડિરેકટરની ધરપકડ કરી હતી. જેના ખાતામાં પીડિતે ટ્રાન્સફર કરેલી મોટી રકમનો ભાગ જમા થયો હતો આ એકાઉન્ટ અન્ય બે કેસ સાથે જોડાયલું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ભોગ બનેલ વૃદ્ધે ૫.૬૫ કરોડ રૂપિયાની રકમ આ ખાતામાં જમા કરાવી હતી.
આ બાબતે પોલીસ સૂત્રોનુસાર નિવૃત વૃદ્ધ ગિરગામના રહેવાસી છે અને તેમની પુત્રી સાથે અહીંના ઠાકુરદ્વાર વિસ્તારમાં રહે છે તેમની બીજી પુત્રી યુએસમાં રહે છે. પોલીસે જણાવ્યું હતું ક ેપહેલી ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર દરમિયાન તેમને ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખથવામાં આવ્યા હતા
પ્રાપ્ત વિગતાનુસાર ફરિયાદીને સૌ પ્રથમ એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાને નાસિકના પંચવટી પોલીસ મથકના ઈન્સ્પેકટર દિપક શર્મા તરીકે ઓળખાવ્યા હતા. શર્માએ વૃદ્ધને જણાવ્યું હતું કે તેમના નામે એક બેંક એકાઉન્ટનો ઉપયોગ પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાના મની લોન્ડરિંગ કેસમાં થયો હતો.શર્માએ જણાવ્યું હતું કે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારબાદ વીડિયો કોલ પર બે પોલીસ ગણવેશધારી વ્યક્તિએ તેમની સાથે વાત કરી અધિકારી હોવાનો દાવો કતરી જણાવ્યું હતુિં કે તેમંને ધરપકડ વોરંટ આરબીઆઈ ફ્રીઝ વોરંટ અને ગુપ્તતા કરાર મોકલ્યો છે. તેમણે આ કેસ વિશે કોઈને કાંઈ જાણ કરવાની નથી. છેતરપિંડી કરનારાઓએ તેમને તપાસ હેતુ માટે તેમના બધા પૈસા સુપ્રીમ કોર્ટના ખાતામાં જમા કરાવવાનું કહી અકાઉન્ટ નંબરો પુરા પાડયા હતા. જયારે વૃદ્ધે ૯ કરોડ રૂપિયા (આરોપી કંપનીના ખાતામાં ૩ કરોડ સહિત) ટ્રાન્સફર કર્યા ત્યારે બેંકના એક કર્મચારીને શંકા ગઈ હતી અને તેમણે તેમના પરિવારના સભ્યોને આ મસમોટી રકમના ટ્રાન્સફર બાબતે વાકેફ કર્યા હતા. અંતે આ બાબતે હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવ્યા બાદ દક્ષિણ ક્ષેત્ર સાયબર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આ બાબતે અજાણ્યા ફ્રોડસ્ટરો સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈટીએક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બાબર નામના એક આરોપીની ધરપકડ કરી હતી જેના ખાતામાં ફ્રોડની કરોડોની રકમ જમા થઈ હતી.
ઝડપાયેલા આરોપી અને સાતારાના રહેવાસી સંગ્રામ બાબરને મંગળવારે મુંબઈની એક કોર્ટમાં રજૂ કરતા તેને ૨૬ ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલમાં નોંધાયેલા આ ખાતા સામે કુલ છ ફરિયાદો થયેલ છે. પોલીસે જણાવ્યું હતું કે બાબરના દસ્તાવેજોના આધારે એક કંપનીનું બેંક ખાતું ખોલવામાં આવ્યું હતું. જેમાં તેને ડિરેકટર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. લોકોને છેતર્યા પછી મળેલી રકમનો એક ભાગ આ ખાતામાં પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
. ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ કમિશનર લક્ષ્મી ગૌતમના નેતૃત્વ હેઠળની એક ટીમ આ કેસની તપાસ કરી રહી છે.


