સ્કૂલમાં ચોરી કરવાના કેસમાં 3 દાયકા બાદ 9 આરોપીઓને મુક્ત કરાયા

અંબરનાથની કાર્મેલ સ્કૂલનો ૧૯૯૫નો કેસ
તમામ આરોપીઓ હાલ સુધી ફરાર હોવાની હાઈકોર્ટની નોંધ
મુંબઈ - થાણેની શાળમાં લૂંટ ચલાવવાના નવ જણ સામે નોંધાયેલા ત્રણ દાયકા પૂર્વેના કેસમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટે તમામને મુક્ત કરીને જણાવ્યું હતું કે આરોપીઓ હજી શોધવાના બાકી છે અને ગુનો પ્રસ્થાપિત કરવા પુરાવા અપુરતા છે
કલ્યાણના ડિસ્ટ્રીક્ટ એન્ડ એડિશનલ સેશન્સ જજ પી. આર. અષ્ટુરકરે ૨૩ જુલાઈએ આદેશ આપ્યો હતો.
ફરિયાદી પક્ષે જણાવ્યા અનુસાર ૨૧ જૂન ૧૯૯૫ના રોજ પરોઢેયે ત્રણથી ચાર જણ માસ્ક પહેરીને અંબરનાથની કાર્મેલ ઈંગ્લિશ સ્કૂલમાં આવ્યા હતા. વોચમેનને મારીને બાંધી દીધો હતો. નનને ધમકાવીને ચાવી માગી અને ૧૩૦૦૦ની રોકડ લઈને નાસી ગયા હતા. નને રૃમમા ંબાંધી દેવાઈ હતી.
જૂના કેસનો નિકાલ કરવાના હાઈકોર્ટના નિર્દેશને પગલે કોર્ટે આરોપીઓને હાજર કરવાનો પ્રયાસ કર્યો હતો પણ મળી શક્યા નહોતા. આરોપીઓ સામેના આરોપો ઘડી શકાયા નથી. સાક્ષીદારો પણ હાજર કરી શકાયા નહોતા. વધુ સમય કેસનો પ્રલંબિત રાખવાથી કોઈ સરકારી સાક્ષી હાજર રહે તેવા ચાન્સ ઓછા છે, રેકોર્ડ પરના પુરાવા ચિંથરેહાલ હોવાથી કામના નથી. આથી ફરિયાદી પક્ષ આરોપ પુરવાર કરી શક્યો નહોવાનું નોંધવામાં આવતું હોવાનું કોર્ટે જણાવ્યું હતું.
આરોપીઓની ભાળ મળી નથી અને જો મળી જાય તેમપણ નથી. આથી તેઓ હાજર રહેશે એવી અપેક્ષા રાખવાથી કંઈ વળવાનું નથી. કવાયત નકામી છે આથી આરોપીઓને મુક્ત કરવામાં આવતા હોવાનું કોર્ટે જણાવ્યું હતું.








