80 વર્ષના વૃદ્ધે ઓનલાઈન રોમાન્સમાં 8.7 કરોડ ગુમાવ્યા

21 માસમાં ૭૩૪ વાર પૈસા મોકલ્યા
ફેસબૂક થકી પરિચય બાદ વારાફરતી ચાર મહિલાની ગેંગે પ્રેમજાળ પાથરી, મદદના બહાને પૈસા પડાવ્યા
મુંબઈ - મુંબઇના ૮૦ વર્ષીય વૃદ્ધે ૨૧ મહિના સુધી ચાલેલા ઓનલાઇન રોમાન્સ સ્કેમમાં ફસાઇને પોતાની આખી જિંદગીની લગભગ રૃા. ૮.૭ કરોડની બચત ગુમાવી દીધી હતી. બે વર્ષમાં તેમમે ૭૩૪ વખત પૈસા ટ્રાન્સફર કર્યા હતા. ચાર મહિલાઓએ પ્રેમ, સહાનુભૂતિ, નાણાકીય જરૃરિયાતોની ખોટી વાર્તા દ્વારા વૃદ્ધને ભોળવીને પૈસા પડાવ્યા હતા. ધીમે ધીમે બાળકોના તબીબી ખર્ચનો ઉલ્લેખ કરીને પૈસા માંગવાનું શરૃ કર્યું હતુ. ચાલબાઝ શર્વી સામે સંપર્કમાં હતા ત્યારે કવિતા નામની બીજી એક મહિલાએ વોટસએપ પર વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. તેણે દાવો કર્યો કે શાર્વીએ તેમનો નંબર આપ્યો હતો. કવિતાએ વૃદ્ધને અશ્લીસ મેસેજ મોકલ્યા હતા.
વૃદ્ધ તેના પુત્ર અને પુત્રવધુ સાથે રહે છે. એપ્રિલ, ૨૦૨૩માં તેમણે શાર્વી નામની મહિલાને ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં બંનેએ ઓનલાઇન ચેટિંગ કરવાનું શરૃ કર્યું હતું. આરોપી શર્વીએ તેમને કહ્યું કે તેના પતિથી અલગ થઇ ગઇ છે. અને બાળકો સાથે રહે છે. તેણે પણ બાળકોની સારવાર માટે પૈસા માગ્યા હતા.
ડિસેમ્બર, ૨૦૨૩માં ત્રીજી મહિલા દિનાઝે પોતાને શાર્વીની બહેન તરીકે રજૂ કરી હતી. તેણે શાર્વીનું મૃત્યુ થયું હોવાનો દાવો કર્યો હતો. દિનાઝે વૃદ્ધને કહ્યું કે શાર્વી ઇચ્છતી હતી કે તેઓ તેના હોસ્પિટલના બિલ ચૂકવે. દિનાઝે તેને શાર્વીની વોટ્સએપ ચેટ સ્ક્રીન શોટ પણ મોકલ્યા હતા. પણ વૃદ્ધએ પૈસા આપ્યા નહોતા. તે સમયે દિનાઝે તેને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.
બાદમાં જાસ્મીન નામની ચોથી મહિલાએ તેનો સંપર્ક કર્યો હતો.તેણે પોતાને દિનાઝની બહેનપણી તરીકે ઓળખાવી મદદ માંગી હતી. વૃદ્ધે તેને પણ પૈસા મોકલવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે તેની બહચતની રકમ પૂરી થઇ ગઇ ત્યારે તેમમે પુત્રવધુ પાસેથી રૃા. બે લાખ લીધા હતા. તેમણે એપ્રિલ, ૨૦૨૩થી ૭૩૪ વખત ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતાં.
વૃદ્ધે પુત્ર પાસે રૃા. પાંચ લાખ માગતા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. પુત્રએ પૂછપરછ કરતા પિતા સાથે છેતરપિંડી થઇ હોવાની ખબર પડી હતી બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચાર મહિલા એક જ ગેંગનો ભાગ હોવાનું કહેવાય છે.









