Get The App

વસઈ-વિરારમાં 80 હજાર, મીરા-ભાયંદરમાં 40 હજાર ડુપ્લિકેટ મતદારો

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
વસઈ-વિરારમાં 80 હજાર, મીરા-ભાયંદરમાં 40 હજાર ડુપ્લિકેટ મતદારો 1 - image

મહાનગરપાલિકા દ્વારા બાંયધરીપત્ર લેવાની ઝુંબેશ

મુંબઈ -  મીરા-ભાયંદરમાં ૪૦ હજાર જ્યારે વસઈ-વિરારમાં ૮૦ હજાર જેટલા ડુપ્લિકેટ મતદારો સામે આવ્યા છે. તેથી, ચૂંટણીમાં ગેરરીતિઓ રોકવા માટે, મહાનગરપાલિકાએ મતદારોની ઘરે ઘરે જઈને ચકાસણી શરૃ કરી છે. જે મતદારોના નામ ડુપ્લિકેટ છે તેમની પાસેથી બાંયધરીપત્ર લખવામાં આવી રહ્યું છે.

મીરા-ભાયંદર મ્યુનિસિપલ વિસ્તારમાં ૮ ,૧૯,૧૫૩ મતદારો છે. તેમાંથી ૪૦ હજાર મતદારોના નામ ડુપ્લિકેટ છે. આ કારણે, મૂંઝવણ ઊભી થઈ છે. આ અંગે વિવિધ રાજકીય પક્ષો તરફથી ફરિયાદો મળી રહી છે. આ ફરિયાદના અનુસંધાનમાં, મ્યુનિસિપલ કમિશનરે મ્યુનિસિપલ વેબસાઇટ પર ડુપ્લિકેટ મતદારોની યાદી પ્રકાશિત કરી છે. છેલ્લા દિવસ સુધી ડ્રાફ્ટ મતદાર યાદી પર કુલ ૭૪૦ વાંધા અને સૂચનો નોંધાયા છે.

મહાગરપાલિકાએ આ ફરિયાદોની નોંધ લેવા માટે ૧૩ વોર્ડ પ્રમાણે ટીમો બનાવી છે. મ્યુનિસિપલ કર્મચારીઓ વ્યક્તિગત રીતે એવા સરનામાંઓની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં ડુપ્લિકેટ નામો મળી આવે છે અને તપાસ કરી રહ્યા છે. જો બે સરનામાં હોય, તો મતદાતાએ કયા સરનામાં પર નોંધણી રાખવી જોઈએ તેની માહિતી આપવી પડશે. ક્યાં મતદાન કરવું તે અંગે સોગંદનામા લખવામાં આવી રહ્યા છે. અંતિમ મતદાર યાદી ૧૦ ડિસેમ્બરે પ્રકાશિત થશે.

વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે ડ્રાફ્ટ મતદારો યાદીઓ પ્રકાશિત કરી છે. તેમાં ૧૧,૨૭, ૬૪૦ મતદારોનો સમાવેશ થાય છે. જો કે, મહાનગરપાલિકાએ કહ્યું છે કે, ૫૨ હજાર ૩૭૮ મતદારોમાં ડુપ્લિકેટ નામો છે. જો કે, બહુજન વિકાસ આઘાડીએ દાવો કર્યો છે કે ૮૦ હજારથી વધુ ડુપ્લિકેટ નામો છે. પક્ષે ડુપ્લિકેટ મતદારોના નામ શોધી કાઢયા છે અને તેમની યાદી વસઈ-વિરાર મહાનગરપાલિકાને સુપરત કરી છે. તેમ જ ઘણા મતદારોના નામ બીજા વોર્ડમાં નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ કરાય છે.