Mumbai

જુન્નરમાં દીપડાના હુમલામાં 8 વર્ષના માસુમનું મોત

By GS TEAM
17 Dec 20251 min read
જુન્નરમાં દીપડાના હુમલામાં 8 વર્ષના માસુમનું મોત

પુણે જિલ્લામાં દીપડાનો આતંક યથાવત

2 મહિનામાં 2બાળકો સહિત 3નો ભોગ લીધો- 1  હજારથી વધુ દીપડા ફરે છે

મુંબઈ -  પુણે જિલ્લાના જુન્નરમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે. ગઇકાલે દીપડાના હુમલામાં આઠ વર્ષના બાળકનું મોત થયું હતું.

પોલીસે જણાવ્યું હતું કે મંગરૃળ-પારગાંવમાં બાળકની માતા ખેતરમાં કામ કરતી હતી ત્યારે ઝાડીમાંથી ત્રાટકેલા દીપડાએ આઠ વર્ષના  રોહીતને ગંભીર રીતે જખમી કરતા તેનું મોત નિવજ્યું હતું. આ ઘટનાને લીધે ગ્રામજનોનો રોષ ભભુકી ઉઠયો હતો.

ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે  આ નરભક્ષી દીપડાને ઠાર કરવાની પરવાનગી માગવામાં આવી છે.

જુન્નરના જંગલમાં અત્યારે દીપડાની સંખ્યા ૧૦૦૦થી વધી ગઇ છે. જંગલમાં  શિકાર ન મળવાથી કૂતરાના શિકાર માટે દીપડા માનવવસ્તીમાં પગપેસારો કરે છે. છેલ્લા બે મહિનામાં દીપડાના હુમલામાં બે બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. ગયા મહિને ફોરેસ્ટ ખાતાએ એક નરભક્ષી દીપડાને ઠાક કર્યો હતો.