ખરાત કેસમાં અત્યાર સુધીમાં લેવાયેલાં પગલાંનો સીએમએ ચિતાર આપ્યો
સાત કેસની તપાસ એસઆઈટી હસ્તકઃ લૂક આઉટ નોટિસ જાહેર થઈ છેઃ સોશિયલ મીડિયા સહિત તમામ પ્લેટફોર્મ પરથી વિડીયો દૂર કરાયા
મુંબઈ - જાતીય શોષણ, ખંડણી અને વાંધાજનક સામગ્રીના પ્રસાર અંગે અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે સ્વ-ઘોષિત ધર્મગુરુ અશોક ખરાત વિરુદ્ધ આઠ એફઆઈઆર દાખલ કરી છે. આ કેસમા ં રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ ખરાતને મદદ કરનારા સરકારી અધિકારીઓ તથા અન્યોની સંભવિત સંડોવણીની પણ તપાસ કરશે એમ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભામાં જણાવ્યું હતું.
ગૃહ વિભાગનો હવાલો સંભાળતા ફડણવીસે જણાવ્યું હતું કે ખરાતના ૨૯મી માર્ચ સુધી વધુ રિમાન્ડ મેળવાયા છે. આઠમાંથી સાત કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે.
ગૃહમાં ખરાત પ્રકરણમાં અહેવાલ રજૂ કરતાં ફડણવીસે કહ્યું હતું કે ૨૦૨૫ના ૧૯મી ડિસેમ્બરે ખરાતે પોતે એક મહિલા સાથેનો વિડીયો પ્રગટ કરવાની ચિમકી આપી દિનેશ માનાજી પરબ દ્વારા તેની પાસે પાંચ કરોડની ખંડણી માગવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ કરી હતી.
બાદમાં ગત ૧૮મી ફેબુ્રઆરીમાં શિરડીમાં એક મહિલાએ એવી ફરિયાદ આપી હતી કે નીરજ જાધવે તેની એક એઆઈ-જનરેટેડ છબી બનાવી અને શેર કરી છે અને તેને વાયરલ કરવાની ધમકી આપી છે. આ બીજા કેસની તપાસમાં પોલીસે ખરાતના કર્મચારીઓનાં ગેેજેટ્સ જપ્ત કરતાં તેમાંથી મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા. જાધવની તપાસ દરમિયાન, ખરાતના સાથી યોગેશ ભાલેરાવે કેટલાક વીડિયો બતાવ્યા હતા. પોલીસને જાણવા મળ્યું કે મોબાઇલ હેન્ડસેટમાં આઠ મહિલાઓના ૩૫ જેટલા વીડિયો સ્ટોર કરવામાં આવ્યા હતા.
ખરાત પોતે ધર્મગુરુ હોવાનો દાવો કરી મહિલાઓ પર બળાત્કાર કરતો હતો. તેણે મહિલાઓ સાથે અનેક પ્રકારે અશ્લીલ ચેનચાળા કર્યા હતા.
ખરાત સામે ગત ૧૦મી માર્ચે જ લૂક આઉટ નોટિસ જારી કરાઈ હતી. ગત ૧૭મી માર્ચે એક મહિલાએ નાસિકના સરકારવાડા પોલીસ મથકે ફરિયાદ આપી હતી કે કેનેડા કોર્નર ખાતેની ખરાતની ઓફિસમાં તેના પર બળાત્કાર ગુજારાયો હતો. તે પછી ખરાતની ૧૭ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન, પોલીસે બે લેપટોપ, એક રિવોલ્વર અને ૨૧ જીવતા કારતૂસ જપ્ત કર્યા અને જાણવા મળ્યું કે તે નાસિક જિલ્લાના મીરગાંવમાં એક ફાર્મહાઉસ ધરાવે છે.
ફડણવીસે જણાવ્યું હતું કે, 'ગોડમેન' સામેની તપાસ ઔપચારિક રીતે ૧૯માર્ચે એસઆઇટીને સોંપવામાં આવી હતી.ત્રણ મહિલાઓ ફરિયાદ નોંધાવવા માટે સંમત થઈ છે અને આ બધી જાતીય શોષણ સંબંધિતછે .અત્યાર સુધીમાં કુલ છ કેસ દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પરથી બધા ફોટા અને વીડિયો દૂર કરવામાં આવ્યા છે, અને પીડિતાની ઓળખ જાહેર કરવા માટે એક ન્યૂઝ ચેનલને નોટિસ જારી કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.
ખરાતે ફેબુ્રઆરી-માર્ચ દરમિયાન પોતાની ઓફિસમાં એક મહિલાને વારંવાર બોલાવી તેને મંતરેલુ પાણી પીવડાવી ધાર્મિક વિધિના બહાને તેનું જાતીય શોષણ કર્યું હતું. આ મહિલા ગર્ભવતી બન્યા બાદ ખરાતે તેને ગર્ભપાતની ગોળીઓ આપી હતી.
ખરાત તથા તેને મદદ કરનારા લોકોની સંપત્તિઓની વિગતો પણ તપાસાઈ રહી છે તેમ ફડણવીસે જણાવ્યું હતું.
ખરાતે શિરડી-મુંબઈ, પુણેમાં કરોડોની મિલ્કતો વસાવીઃ ૧૩ દેશોનો પ્રવાસ
અશોક ખરાતે મહિલાઓનાં જાતીય શષણ ઉપરાંત બેફામ કાળું નાણું એકઠું કરી સંપત્તિઓ હસ્તગત કરી હતી. શિરડી એરપોર્ટ ઉપરાંત મુંબઈ પુણેમાં પણ તેણે મિલ્કતો વસાવી હતી. તેણે અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, યુએઈ, દક્ષિણ આફ્રિકા, પેરુ, કેન્યા, યુગાન્ડા અને કંબોડિયા સહિત ૧૩ દેશોની યાત્રા કરી છે. આ વિદેશ યાત્રાઓ માટે પૈસા ક્યાંથી આવ્યા અને તેમને કોણે ભંડોળ પૂરું પાડયું તે શોધવા માટે હવે તપાસ ચાલી રહી છે.
ખરાતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસએ પણ તપાસ કરી રહી છે કે શું તેમણે સંબંધીઓના નામે કોઈ બેનામી સંપત્તિ મેળવી છે.
ખરાત સાથે કોઈ વરિ અધિકારીએ નાણાકીય ગેરરીતિઓ કરી છે કે કેમ તે જોવા માટે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. શિવનિકા સંસ્થાનના એક્ઝિક્યુટિવ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પણ શોધ કરવામાં આવી ર
અશોક ખરાતની મુખ્ય મિલકતો
મીરગાંવ (૩૩એકર), પથર્ડી (૧૦ એકર), નાસિક-સિન્નાર (૧૦એકર), કાકડી શિરડી એરપોર્ટ વિસ્તાર (૫.૫એકર), પનવેલ (૪૦ ગુંઠા), રાહતા (૪.૫એકર) અને ઓઝરમાં પાંચ ગુંઠાનો પ્લોટ છે.
નાસિકના કર્મયોગી નગરમાં તોલેજંગ બંગલો, કેનેડા કોર્નર ખાતે ૧૮૦ ચોરસ ફૂટનો ઓફિસ, શિરડીમાં ભવ્ય મંગલ ખરાક 'સાઈ સિલ્વર ઓક' અને મીરગાંવમાં એક વૈભવી ફાર્મહાઉસ.
રોકાણથ પોતાના માટે ૧૨ તોલા સોનું અને તેમની પત્ની માટે ૨૦તોલા સોનું, પત્નીના નામે ડીમેટ ખાતામાં રોકાણ અને પાંચ અલગ અલગ બેંકોમાં ખાતા ધરાવે છે


