મીરા ભાયંદર વસઈ વિરારમાં 5 મહિનામાં અકસ્માતોમાં 73નાં મોત
નશનલ હાઈવે ડેથ ટ્રેપ બન્યોઃ ૩૧ પ્રાણઘાતક અકસ્માત
નાનામોટા ૩૧૦ અકસ્માતોઃ મોટાભાગના અકસ્માતોમાં ટુ વ્હીલર ચાલકો ભોગ બન્યાઃ ખાડા, ગેરકાયદેસર ક્રોસિંગ સહિતનાં કારણા
મુંબઇ - છેલ્લા પાંચ મહિનામાં મીરા-ભાયંદર અને વસઈ - વિરાર કમિશનરેટ વિસ્તારોમાં માર્ગ અકસ્માતમાં ૭૩ લોકોએ જીવ ગુમાવ્યો છે. ખાસ કરીને નેશનલ હાઈવે પર ૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે.
વધતા શહેરીકરણ સાથે, વાહનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેની સાથે અકસ્માતો પણ વધ્યા છે. અકસ્માતો થઈ રહ્યા છે. ખાસ કરીને મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધી રહી છે. આવા ગંભીર અકસ્માતોને કારણે મૃત્યુના ઘણા બનાવો બને છે. તાજેતરમાં, અર્નાળામાં એસ.ટી અને રિક્ષા વચ્ચે અથડામણ થતાં એક મહિલા મુસાફરનું મુત્યુ થયું હતું.તેથી, માર્ગ સલામતીનો મુદ્દો ફરી એકવાર ઉભો થયો છે.
મીરા-ભાયંદર અને વસઈ-વિરારમાં જાન્યુઆરીથી મે ૨૦૨૫ ના પાંચ મહિનાના સમયગાળા દરમિયાન૩૧૦ અકસ્માતો થયા છે. આમાંથી, અંતર્ગત રસ્તાઓ પર ૨૨૨, નેશનલ હાઈવે પર ૮૩ અને રાજ્ય રસ્તાઓ પર ૫ાંચ અકસ્માતો થયા હતા, જેમાં ૭૩ લોકોના મોત અને ૨૦૮ ગંભીર ઇજા થઈ હતી. આ વિશે ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, ૬૩ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
ટ્રાફિક પોલીસે માહિતી આપી છે કે મોટાભાગના અકસ્માતોમાં ટુ-વ્હીલર ભોગ બને છે.
નેશનલ હાઈવે ડેથ ટ્રેપ
મુંબઈ, અમદાવાદ નેશનલ હાઈવે ે પર વાહનો પરનો કાબુ ગુમાવવો, કેટલાક વિસ્તારોમાં લેન કાપવી, રસ્તાઓ ક્રોસ કરવા, ખાડા, કાદવ, ગેરકાયદેસર ઈન્ટર ક્રોસિંગ, રસ્તાની વચ્ચે પાર્ક કરેલા વાહનો સાથે અથડામણ, અપૂરતા ડિવાઇડર, વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતા ભારે વાહનો અને સ્ટ્રીટ લાઇટનો અભાવ જેવા વિવિધ કારણોસર અકસ્માતો થઈ રહ્યા છે. ે છેલ્લા પાંચ મહિનામાં હાઇવે પર ૩૧ લોકોના મોત થયા છે. આ હાઈવે એક પ્રકારે ડેથ ટ્રેપ બન્યો છે.