70 વર્ષના કમલના 30 વર્ષ નાની હિરોઈનો સાથે હોટ સીનથી ચકચાર
મણી રત્નમની ઠગ લાઈફનું ટ્રેલર વિવાદમાં
દીકરી કરતાં ત્રણ જ વર્ષ મોટી ત્રિશા સાથે કમલના રોમાન્સનાં ગરમાગરમ દ્રશ્યોનો વિરોધ
દીકરી કરતાં ત્રણ જ વર્ષ મોટી ત્રિશા સાથે કમલના રોમાન્સનાં ગરમાગરમ દ્રશ્યોનો વિરોધ
મુંબઇ - ૧૯૮૭માં મણી રત્નમ અને કમલ હાસનની જોડીએ પહેલીવાર 'નાયકન' ફિલ્મમાં સાથે કામ કરી એક ક્લાસિક ફિલ્મ સર્જી હતી. હવે એ પછીઆટલા વર્ષે ફરીએકવાર મણી રત્નમ અને કમલ હાસનની જોડીની એકઓર ફિલ્મ 'ઠગલાઇફ' પાંચમી જુને રજુ થવા જઇ રહી છે. પણ શનિવારે આ ફિલ્મનું ટ્રેલર રિલિઝ થતાં જ ઇન્ટરનેટ પર ૭૦ વર્ષના કમલહાસન અને ૪૨ વર્ષની ત્રિશા કૃષ્ણનના રોમેન્ટિક સીનોની ગરમાગરમ ચર્ચા ચાલી છે. ફિલ્મના ટ્રેલરમાં કમલ હાસન ત્રિશા અને અભિરામી સાથે રોમાન્સ અને ચુંબન કરતો હોય તેવા સીન છે. સોશિયલ મીડિયા પર કમલ હાસન અને ત્રિશા કૃષ્ણનના રોમેન્ટિક સીન અને અભિરામીના ચુંબન સીનના જાતજાતના પ્રત્યાઘાત આવી રહ્યા છે.
એક દર્શકે જણાવ્યું છે કે કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસનથી ત્રિશા માત્ર ત્રણ જ વર્ષ મોટી છે. બીજા એક વપરાશકારે બંને જણાંનો રોમાન્સ વિશે જણાવ્યું છે કે વયમાં ભલે ૩૦ વર્ષનો ફરક હોય પણ આત્મા બંનેનો એક જ વયનો લાગે છે. મણી રત્નમની આ ફિલ્મમાં કમલ હાસન અને સિલમબારાસન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કમલ હાસન એક યુવાનને કેવી રીતે ગુનાખોરીની દુનિયમાં પલોટે છે તેની વાત રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં ત્રિશા-અભિરામી ઉપરાંત સાન્યા મલ્હોત્રા, પંકજ ત્રિપાઠી અને ઐશ્વર્યા લક્ષ્મી પણ છે.