Get The App

રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કરનારા મુખ્ય શૂટર સહિત 7 ઝડપાયા

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
રોહિત શેટ્ટીના ઘરે  ફાયરિંગ કરનારા મુખ્ય શૂટર સહિત 7 ઝડપાયા 1 - image

રાજસ્થાન-હરિયાણાથી ધરપકડ, ૨૫ ફેબુ્ર. સુધીના રિમાન્ડ

મુંબઈમાં કંઈક મોટું કરવું છે તેવી સૂચના સાથે શુભમ લોણકરે બોલિવુડમાં ભય ફેલાવવા તથા ધાક જમાવવા ગોળીબાર કરાવ્યો

ગોળીબાર પહેલાં રેકી કરી હતી, ભાગવાના રસ્તાનું પ્લાન કર્યું હતું ઃ  અત્યાર સુધીમાં કુલ ૧૨ની ધરપકડ

મુંબઈ -  ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના જુહૂ સ્થિત ઘર પર પાંચ રાઉન્ડ ગોળીબાર કરવાના ચકચારજનક કેસમાં મુંબઈ પોલીસે સાત આરોપીની ધરપકડ કરી છે. રોહિત શેટ્ટીના ઘરે ગોળીબાર કરનારો મુખ્ય શૂટ પર ઝડપાયો હોવાનું કહેવાય છે. કોર્ટે સાત આરોપીઓને  પચ્ચીસ  ફેબ્આરી સુધીની  પોલીસ કસ્ટડી આપી  છે.ે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોણકરે   ફિલ્મ નિર્માતાને નુકસાન પહોંચાડવા અને ભય પમાડવા તથા ધાક જમાવવા માટે આ ગોળીબાર કર્યો હોવાનું તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું. 

એક ઓફિસરે  કહ્યું  હતું કે શહેર પોલીસના ખંડણી વિરોધી સેલે રવિવારે રાત્રે હરિયાણા અને રાજસ્થાનથી કથિત શૂટર દીપક શર્મા અને આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ કરી હતી.આરોપીઓને પકડીને મુંબઈમાં લાવવામાં આવ્યા છે.

પોલીસે કાવતરાનો પર્દાફાશ કરવા અને લોણકર સહિત કેસમાં અન્ય વોન્ટેડ આરોપીઓને શોધવા માટે પૂછપરછ માટે તેમની કસ્ટડી માંગી હતી. પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે કથિત ઘટનામાં વપરાયેલા શ  હજુ સુધી મળ્યા નથી.     પોલીસે કોર્ટમાં તેમની કસ્ટડી માંગતી વખતે જણાવ્યું હતું કે, શેટ્ટીને નુકસાન પહોંચાડવા અને ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવેલા અન્ય લોકોમાં ભય ફેલાવવાના ઈરાદાથી લોણકરના કહેવાથી ગોળીબાર કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે શૂટર દીપક શર્મા અને અન્ય એક આરોપીએ ઘટના પહેલા શેટ્ટીના નિવાસસ્થાનની રેકી કરી હતી, એવો દાવો ફરિયાદ પક્ષે કર્યો હતો.

  પોલીસ રિમાન્ડ નોટ મુજબ, આ કેસમાં કાવતરું લોણકરે રચ્યું હતું.તેણે  ગોળીબારમાં વપરાયેલા પૈસા  અને શો  પૂરા પાડયા હતા. આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સંપર્કમાં હતા.તે  ઘટના પછી તેમના મોબાઇલમાંથી ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

પોલીસ નોંધમાં જણાવાયું છે કે લોણકર અને તેની ગેંગના સભ્યોએ ભૂતકાળમાં સમાન ગુનાઓ કર્યા છે. તેઓ આવા વધુ ગુનાઓ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાની શક્યતા છે.આથી કસ્ટડીમાં પૂછપરછ જરૃરી હતી.

પહેલી  ફબુ્રઆરીના રોજ રાત્રે ૧૨.૪૫ વાગ્યે જુહુ વિસ્તારમાં શેટ્ટીની નવ માળની ઇમારતના પહેલા માળે ઓછામાં ઓછા પાંચ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એક ગોળી ઇમારતની અંદરના જીમના કાચ પર વાગી હતી. તેમણે જણાવ્યું હતું કે તાજેતરની ધરપકડ સાથે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૨ આરોપીઓને ઝડપી લીધા છે.     ઓફિસરે કહ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે આદિત્ય ગાયકી (૧૯), સિદ્ધાર્થ યેનપુરે (૨૦), સમર્થ પોમાજી (૧૮), સ્વપ્નિલ સકટ (૨૩) અને આસારામ ફસાલેની ધરપકડ કરી હતી, જેમણે કથિત રીતે શૂટરને સ્કૂટર અને અન્ય લોજિસ્ટિક સપોર્ટ અને હથિયારો પૂરા પાડયા હતા.લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય શુભમ લોણકરે  ગોળીબારની જવાબદારી લીધી હતી.

 લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય શુભમ લોણકર આ કેસમાં વોન્ટેડ આરોપીઓમાંનો એક છે. તેણે સોશિયલ મીડિયા  પોસ્ટમાં શેટ્ટીના નિવાસસ્થાને થયેલા ગોળીબારની જવાબદારી લીધી હોવાનું કહેવાય છે. લોણકર  એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા કેસમાં અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાન પર ગોળીબારમાં પણ વોન્ટેડ છે. 

પોલીસે આ કેસમાં કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ (મકોકા) લાગુ કર્યો છે.    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન ટ્રેકિંગનો ઉપયોગ કરીને તપાસ વધુ ઝડપી બનાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ  હરિયાણા,રાજસ્થાનના વિવિધ ભાગોમાં છુપાયેલા હોવાના ઇનપુટ મળ્યા હતા.આમ ખાસ ટીમે અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડયા અને મુખ્ય શૂટર સહિત છ આરોપીઓની ધરપકડ કરી હતી.    પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ હુમલા પહેલા શેટ્ટીના નિવાસસ્થાન આસપાસના વિસ્તારની રેકી કરી હતી અને ભાગી જવાના વૈકલ્પિક રસ્તાઓ પણ શોધી કાઢયા હતા. પોલીસે શ ,જીવંત કારતૂસ અને ગુનામાં વપરાયેલી મોટરસાઇકલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પુરાવા જપ્ત કર્યા હોવાનું કહેવાય છે.       આરોપીઓની પ્રારંભિક પૂછપરછ દરમિયાન ગુનાહિત કાવતરું, શોનો પુરવઠો અને ગોળીબાર પાછળના હેતુ અંગે મહત્વપૂર્ણ પુરાવા બહાર આવ્યા છે. આ ધરપકડો સાથે પોલીસ અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સમગ્ર કાવતરું, નાણાકીય પગેરું અને અન્ય સહયોગીઓની સંડોવણી ટૂંક સમયમાં ખુલ્લી પડી જશે.

 અગાઉ  કોર્ટની કાર્યવાહી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે  જાણ કરી કે શેટ્ટીના જુહુ સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કોઈ આકસ્મિક કૃત્ય નહોતું પરંતુ મુંબઈમાં ભય ફેલાવવાના કાવતરાનો  એક ભાગ હતું. પોલીસે શુભમ  લોણકરને મુખ્ય કાવતરાખોર તરીકે દર્શાવ્યો છે .આરોપ લગાવ્યો હતો કે તેણે આરોપીઓને ૪૦ હજાર રૃપિયા પૂરા પાડયા હતા અને સિગ્નલ મેસેજિંગ એપ દ્વારા તેમની સાથે સતત સંપર્કમાં રહ્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે  લોણકરે આરોપીઓને સૂચના આપી હતી કે તેમને મુંબઈમાં કંઈક મોટું કરવું છે.

 લોણકર દ્વારા કથિત રીતે પૂરા પાડવામાં આવેલા ૪૦ હજારરૃપિયાનો ઉપયોગ પુણેથી મુંબઈ સ્કૂટર અને શ  લાવવા માટે થયો હતો.એમાંથી રૃ.૩૦ હજાર સ્કૂટર ખરીદવા માટે અને રૃ.૧૦ હજારનો  પરિવહન ખર્ચ થયો હતો. 

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય શુભમ લોણકરના ભાઈ પ્રવિણ  લોણકર હાલમાં બાબા સિદ્દીકી  કેસના સંબંધમાં જેલમાં છે. તેણે પણ આ કાવતરામાં ભૂમિકા ભજવી હોવાની શંકા છે. પોલીસના જણાવ્યા અનુસાર પ્રવિણે કથિત રીતે ત્રણ શ  છુપાવ્યા હતા. ફરાર શુભમ લોણકરે  આરોપી આસારામ  ફસાલે સાથે આ શોના સ્થાનો શેર કર્યા હોવાનું કહેવાય છે અને તેને તે શો  પાછા મેળવવા અને ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક સ્વપ્નિલ સકટને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.

   અત્યાર સુધીમાં પોલીસે ફસાલે પાસેથી એક બંદૂક જપ્ત કરી છે.જ્યારે બે શ  હજુ પણ મળ્યા નથી.