Get The App

માલેગાંવ કેસમાં નિર્દોષ છૂટેલા 7, એનઆઈએને હાઈકોર્ટની નોટિસ

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
માલેગાંવ કેસમાં નિર્દોષ છૂટેલા 7, એનઆઈએને હાઈકોર્ટની નોટિસ 1 - image


પીડિતોના પરિવારે કરેલી અપીલ પર કાર્યવાહી

રાજ્ય સરકારને પણ  અપીલ સામે જવાબ નોંધાવવા જણાવી સુનાવણી છ સપ્તાહ બાદ રાખી

મુંબઈ -   બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપીઓને નિર્દોેષ જાહેર કરાતા ચુકાદા સામેની અપીલ પર છોડી મૂકાયેલી સાત વ્યક્તિઓને નોટિસ ફટકારી છે.પીડિતોના પરિવારના સભ્યો દ્વારા અપીલ  દાખલ કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે ફરિયાદ પક્ષ - રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને મહારાષ્ટ્ર સરકારને પણ નોટિસ જારી કરી અને અપીલની સુનાવણી છ અઠવાડિયા પછી મુલતવી રાખી છે.

હાઇકોર્ટ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા છ વ્યક્તિઓના પરિવાર દ્વારા નિર્દોેષ છૂટવાના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી રહી હતી.

આ અપીલમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાા સિંહ ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીઓને નિર્દોેષ જાહેર કરવાના ખાસ અદાલતના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો.

ગયા અઠવાડિયે દાખલ કરવામાં આવેલી અપીલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ખામીયુક્ત તપાસ અથવા તપાસમાં કેટલીક ખામીઓ આરોપીને નિર્દોેષ જાહેર કરવા માટેનું કારણ ન હોઈ શકે. તેમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે (બ્લાસ્ટનું) કાવતરું ગુપ્ત રીતે ઘડવામાં આવ્યું હતું અને તેથી, તેના સીધા પુરાવા હોઈ શકતા નથી.

અરજદારોએ દાવો કર્યો હતો કે ૩૧ જુલાઈના રોજ સ્પેશિયલ એનઆઈએ કોર્ટે સાત આરોપીઓને નિર્દોેષ જાહેર કરવાનો જે આદેશ આપ્યો હતો તે ખોટો અને કાયદાની દ્રષ્ટિએ ખરાબ હતો અને તેથી તેને રદ કરવાને પાત્ર હતો.

૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ ના રોજ, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં મુંબઈથી લગભગ ૨૦૦ કિમી દૂર આવેલા માલેગાંવ શહેરમાં એક મસ્જિદ પાસે મોટરસાઇકલ સાથે બાંવામાં આવેલ વિસ્ફોટક ઉપકરણ વિસ્ફોટ થયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા.

Tags :