પુણેમાં ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા 500 કરોડના બોગસ રિફંડનું કૌભાંડ
રિફંડ લેનારા પગારદારોને પણ પેનલ્ટી લાગશે
પાંચ વર્ષમાં દાખલ થયેલા રિફંડના ૧૦ હજાર ક્લેમમાં એકસરખી પેટર્ન જોવા મળતાં તપાસમાં ઘટસ્ફોટ
મુંબઈ - પુણેમાં બોગસ રિફંડ ક્લેમ કરી ૫૦૦ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ આવકવેરા વિભાગ દ્વારા કરાયો છે. ટેક્સ પ્રોફેશનલ સિસ્ટમની ખામીનો દુરુપયોગ કરી ચકાસણી ન થઈ હોય તેવા દાવાઓને આધારે રિફંડની જોગવાઈ કરતા હતા તેવુ ંબહાર આવ્યું છે.
આ બાબતે અધિકારીઓના જણાવ્યા મુજબ પુણે અને તેની આસપાસના વિસ્તારોમાં કાર્યરત ટેક્સ પ્રોફેશનલો તેમની રિટર્ન નિષ્ણાંત તરીકેેની સેવાઓ પગારદારોને આપતા હતા અને તેમને અસામાન્ય રીતે ઊંચું વળતર આ
પાંચ વર્ષના સમયગાળામાં આ ટેક્સ પ્રોફેશનલોએ ૧૦ હજારથી વધુ દાવાઓ દાખલ કર્યા હતા. તપાસ કર્તાઓએ જણાવ્યું હતું કે તેમણે ફાઈલકરેલા રિટર્નમાં સમાન પેર્ટન જોઈ હતી જેમાં હાઉસિંગ લોનના વ્યાજ અને મુદ્દલની ચૂકવણી, તબીબી અને વીમા ચૂકવણી, બચત સાધનોમાં રોકાણ, શૈક્ષણિક લોન અને ઘરભાડા બથ્થા (એચઆરએ) માટે કોઈપણ સહાયક દસ્તાવેજો વિના કપાત (ટેક્સ રિફંડ)નો દાવો કરવામાં આવ્યો હતો આ એક ભૂલ હતી જે હવે રિટર્ન ફાઈલ કરવાની વર્તમાન સિસ્ટમ હેઠળ સુધારી લેવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રિટર્નની ચકાસણી એકત સુસંગત પેટર્ન દર્શાવે છે જેમાં રિફંડ માટેના દાવા કાયદેસર રીતે કરવામાં આવ્યા નહોતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે અ મે પહેલેથી જ ટેક્સ પ્રોફેશનલો સામે કાર્યવાહી શરૃ કરી છે. આ ઉફરાંત બોગસ રિટર્નથી લાભ મેળવનારા વ્યક્તિગત કરદાતાઓને પણ શોધી રહ્યા છીએ. હવે તમને દંડ અને કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ બાબતે અધિકારીએએ જણાવ્યું હતું કે કરદાતાઓ મધ્યસ્થીઓને દોષ આપીને વળતરનો દાવો કરી શકશે નહીં.તેમના નામે દાવો કરાયેલ કોઈપણ રિફંડની સમીક્ષા કરવામાં આવશે અને દંડનીય જોગવાઈઓ લાગુ કરવામાં આવશે.
આ પહેલાં આવકવેરા વિભાગના અધિકારીઓ પાન, ટીડીએસ ક્રેડિટ અથવા બોગસ ટ્રસ્ટડ દ્વારા હેરાફેરી કરી રિફંડ મેળવવાના દાવાનો સામનો કરી ચૂક્યા છે પણ તાજેતરના વર્ષોમાં ટેક્સ રિફંડની આ સૌથી મોટી છેતરપિંડી છે.