Get The App

શોલેનાં 50 વર્ષ - ઓરિજનલ ક્લાઈમેક્સ સાથે રી રીલિઝ કરાશે

Updated: Jun 23rd, 2025

GS TEAM

Google News
Google News
શોલેનાં 50 વર્ષ - ઓરિજનલ ક્લાઈમેક્સ સાથે રી રીલિઝ કરાશે 1 - image


ઈટલીમાં ફિલ્મ ફેસ્ટિવલમાં મૂળ ફોર્મેટમાં રજૂ થશે

મૂળ શૂટિંગ અનુસાર ફિલ્મમાં છેલ્લે ઠાકુર ગબ્બરને મારી નાખે છે તેમ દર્શાવાયું હતું

મુંબઇ -  અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા માલિની, જયા બચ્ચન અને સંજીવ કુમારની ફિલ્મ  'શોલે'ને ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આગામી  ૨૭મી જૂને આ ફિલ્મને  ઈટલીમાં એક ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી રજૂ કરાશે. બાદમાં ભારતમાં પણ તેને રી રીલિઝ કરાશે. જોકે, નવાં વર્ઝનમાં 'શોલે'નો ઓરિજિનલ ક્લાઈમેક્સ સામેલ કરાશે. 

રમેશ સિપ્પીએ મૂળ  શૂટ કરેલા અંત પ્રમાણે ઠાકુર ગબ્બર સિંહને મારી નાખે છે. જોકે, તે સમયે સેન્સર બોર્ડે આ અંત બદલવા સૂચવ્યું હતું. આથી, છેવટે ઠાકુર નાછૂટકે ગબ્બરને પોલીસને સોંપી દે છે તેવા અંત સાથે ફિલ્મ રજૂ કરાઈ હતી. 

શોલેનું શૂટિંગ ૭૦ એમએમ ફોર્મેટમાં થયું હતું. ઈટલીમાં તે આ મૂળ ફોર્મેટમાં જ રીલિઝ કરાશે. આ માટે તેની જૂની પ્રિન્ટ રિસ્ટોર કરવામાં આવી છે.  ફિલ્મની મૂળ પ્રિન્ટ ખરાબ થઈ ગઈ હતી. ભારત તથા લંડનના નિષ્ણાતોએ સાથે મળી ઈન્ટરપોઝિટિવ  તથા કલર મીડિયેટ કોપીઓથી કેટલાક સીન્સ રિસ્ટોર કર્યા છે. સમગ્ર ફિલ્મને ફોર કે ફોર્મેટમાં ઢાળવામાં આવી છે. ફિલ્મનાં સાઉન્ડ ટ્રેકને પણ રિસ્ટોર કરાયો છે. 

અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સહિતના ફિલ્મના કલાકારોેએ આ રીરીલિઝને વધાવી છે.


Tags :