મુંબઈ એરપોર્ટ પર 34 કરોડના ગાંજા સાથે 2 મહિલા સહિત 5 મુસાફરો ઝડપાયા

ટ્રોલી બેગમાં ગાંજો છુપાવીને દાણચોરીનો પ્રયાસ
મહિલાની રિક્ષા બે ટ્રક વચ્ચે કચડાઇ જતા તેનું મૃત્યુ થયું હતું
મુંબઈ - મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ત્રણ અલગ અલગ કેસોમાં કાર્યવાહી કરતા રુ. ૩૪.૨૧ કરોડના ગાંજાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલ બે મહિલા સહિત પાંચ મુસાફરોની ધરપકડ કરી હતી.
બેંગકોક અને ફૂકેટથી આવેલા મુસાફરો દ્વારા ગાંજાની હવાઈ માર્ગે દાણચોરી
મુંબઈ કસ્ટમ્સના એરપોર્ટ યુનિટે સોમવાર અને મંગળવારે કાર્યવાહી કરતા ગાંજાના દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
પ્રથમ કિસ્સામાં કસ્ટમ્સ અધિકારીઓએ થાઈલેન્ડના ફુકેટથી મુંબઈ એરપોર્ટ પર પહોંચેલ અંબરનાથીની રહેવાસી તસ્નુમ્નિસા શેખને અટકાવવામાં આવી હતી. આ બાદ તેના સામાનની તપાસ કરવામાં આવતા કસ્ટમ વિભાગને તેના સામાનમાંથી ૬.૩૭ કિલો ગાંજાના ૪૫ પેકેટો મળી આવ્યા હતા. જેની બજારમાં કિંમત રુ. ૬.૩૭ કરોડ હોવાનું જાણવા મળ્યું હતું.
બીજા કિસ્સામાં બેંગકોકથી આવેલા એરપોર્ટ પર પહોંચેલા જાલંઘરના રહેવાસી ૩૦ વર્ષીય અસ્વંત કુમારને એરપોર્ટમાંથી બહાર નીકળતા સમયે તેના હિલચાલ પર શંકા જતાં અટકાવવામાં આવ્યો હતો અને તેના સામાનની તપાસ કરતા તેમાંથી ૧૨ પેકેટોમાં રુ. ૧૭.૮૬ કરોડની કિંમતનો ૧૭.૮૬ કિલો ગાંજો મળી આવ્યો હતો. આ પેકેટો ચેક ઈન ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યો હતો.
ત્રીજા કિસ્સામાં ફુકેટતી આવતી એક મહિલા સહિત ત્રણ મુસાફરોને રુ. ૯.૯૬ કરોડની કિંમતના ૯.૯૬ કિલો ગાંજા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. ચેક ઈન કરેલી ટ્રોલી બેગમાં પ્રતિબંધિત ગાંજો છુપાવેલ હોવાનું જાણવા મળ્યું હતું.
કસ્ટમે પાંચેય મુસાફરોને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, ૧૯૮૫ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. વધુમાં આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.