Get The App

અમરાવતી પાસે ટ્રક ખીણમાં ખાબકતાં 5નાં મોત, 12 ઘાયલ

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
અમરાવતી પાસે ટ્રક ખીણમાં ખાબકતાં 5નાં મોત, 12 ઘાયલ 1 - image

પિકઅપ ટ્રકના ડ્રાઈવરે  કાબુ ગુમાવ્યો

એમપીમાં સાપ્તાહિક હાટમાં ગયા બાદ પરત ફરતા ગ્રામજનો ભોગ  બન્યા

મુંબઈ  -  અમરાવતીના ધારણી ઘાટમાં એક પિકઅપ વાન પલ્ટી ખાઈને ૬૦થી ૭૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો ૧૦થી ૧૨ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

વિગત મુજબ, રવિવારે ધારણીના કંજોલીના ૧૫ થી ૨૦ ગ્રામજનો મધ્યપ્રદેશના દેડતલાઈમાં સાપ્તાહિક બજારમાં ગયા હતા. તેઓ બજાર પૂર્ણ કરીને પિકઅપ ટ્રકમાં સવાર થઈને સાંજે ઘરે પાછા ફરી રહ્યા હતા.

ઘટના મુજબ, સાંજે છ વાગ્યાની આસપાસ રાણીગાંવથી શિવાજરી ઘાટ પર નારુડ ગામ નજીક ધરણી ઘાટ પરથી ઉતરતી વખતે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ટ્રક રિવર્સમાં જતાં પલ્ટી ખાઈને ં સીધું ૬૦ થી ૭૦ ફૂટ ઊંડા ખીણમાં પડી ગયું હતું.

આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. તો ૧૦ થી ૧૨ લોકો ઘાયલ થયા હતા.  ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, પોલીસ, ફાયર વિભાગ અને ઈમરજન્સી વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરતા ઘાયલોને ટ્રકમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની સ્થિતિ હાલ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

આ અકસ્માત બાદ સ્થાનિક નાગરિકોએ વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. રાણીગાંવ, સુસારદા, શિવાજરી માર્ગ પર રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હોવાથી અને વિવિધ સ્થળે મોટા મોટા ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.