Get The App

મૈસુરમાં 3 વ્યક્તિ પાસેથી 4058 કિલો હાથીદાંત જપ્ત

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
મૈસુરમાં 3 વ્યક્તિ પાસેથી 4058 કિલો હાથીદાંત જપ્ત 1 - image

નાગપુર ડીઆરઆઈ દ્વારા ત્રણની ધરપકડ

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ છતાં હાથીઓનો શિકાર કરી હાથીદાંતની ધૂમ દાણચોરી

મુંબઈ  -    ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના નાગપુર રિજનલ યુનિટે   મૈસુરુમાં હાથીના દાંતના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા વન્યજીવ તસ્કરી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન  ત્રણ વ્યક્તિઓ પાસેથી ૪,૦૫૮ કિલો હાથીદાંત જપ્ત કરવામાં આવ્યા  હતા.

     ભારતીય હાથીને વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ના   શેડયુલ વન  હેઠળ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. જે આવા પ્રાણીઓ અને તેમના સંબધિત વસ્તુઓના વેપાર પર પ્રતિબંધ મૂકે છે. તે મુજબ, વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ ની જોગવાઈઓ હેઠળ ૪,૦૫૮ કિલો ભારતીય હાથીના દાંત જપ્ત કરવામાં આવ્યા હતા.

    ઓપરેશન બાદ પકડાયેલા ત્રણ વ્યક્તિઓને મૈસુરુ ટેરિટોરિયલ રેન્જના ફોરેસ્ટ રેન્જ ઓફિસરને સોંપવામાં આવ્યા હતા.

    કોતરકામ કરનારાઓ ઘણીવાર એશિયન હાથીદાંતને તેની નરમાઈ માટે પસંદ કરે છે. જટિલ ડિઝાઇન અને કલાકૃતિઓ બનાવવાનું સરળ હોય છે.એશિયન હાથીદાંતને ચોક્કસ વૈશ્વિક બજારોમાં  ખૂબ મૂલ્યવાન ગણવામાં આવે છે. એશિયન હાથીદાંતના આંતરરાષ્ટ્રીય વેપાર પર વૈશ્વિક પ્રતિબંધ હોવા છતાં તેની  ગેરકાયદેસર માંગ ઊંચી રહે છે.