મુંબઈમાં ફ્લુના કેસોમાં 40 ટકાનો ઉછાળો
વાતાવરણમાં ફેરફારની અસર વર્તાઈ
ખાંસી, ગળામાં દુખાવો, તાવ સહિતનાં લક્ષણઃ વૃદ્ધોને ખાસ સાવચેત રહેવા સલાહ
મુંબઈ - તાજેતરમાં પડેલા પ્રિ-મોન્સૂન વરસાદ પછી મુંબઈમાં તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસમાં મુશ્કેલીના કેસોની સંખ્યા વધી રહી છે. ગયા સપ્તાહમાં સૂકુ હવામાન હતું તે અચાનક જ બદલાઈને અચાનક જ વધુ ભેજવાળુ હવામાન બની જતા બેકટેરિયા અને વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. તેવું ડોક્ટરોએ જણાવ્યું છે.
હવામાનમાં ભેજનું પ્રમાણ અચાનક જ વધી જવાથી તાપમાનનું નિયમન કરવાની શરીરની ક્ષમતા નબળી પડે છે અને ઈન્ફેક્શનનો સામનો કરવામાં શરીર નબળું સિદ્ધ થાય છે. મ્યુનિસિપાલિટીની હોસ્પિટલોમાં થાક, ગળામાં દુખવુ અને ખાંસીના લક્ષણો ધરાવતા દર્દીઓની સંખ્યામાં ૩૦% - ૪૦%નો વધારો નોંધાયો છે.
વરિષ્ઠ નાગરિકો, કોમોંબિડીટી ધરાવતા લોકોની બિમાર થવાની સંભાવના વધી છે. હવામાન બદલાવાથી શરીરની રેગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.
બીએમસીએ વેક્સિનેશન અને સ્વચ્છતા અભિયાન શરૃ કરવું જોઈએ તેવું નિષ્ણાતોનું કહેવું છે.