Get The App

અમરાવતીમાં તળાવમાં ડૂબી જતાં ભાઈ બહેન સહિત 4નાં મોત

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
અમરાવતીમાં તળાવમાં ડૂબી જતાં ભાઈ બહેન સહિત 4નાં મોત 1 - image

ઈન્સ્ટાગ્રામ પરથી પિકનિક માટે સ્થળ શોધ્યું હતું

એક યુવક ડૂબ્યો, તેને બચાવવા જતાં બહેન તથા અન્ય બે પણ   ડૂબી ગયાં

મુંબઈ  -  અમરાવતીમાં તળાવમાં ડૂબી જતાં ભાઈ બહેન સહિત ચારનાં મોત નીપજ્યાં હતાં. ઉનાળાનું વેકેશન હોવાથી ઈન્સ્ટાગ્રામ મારફતે તેમણે આ પિકનિક સ્પોટ શોધ્યું હતું અને ફરવા આવ્યાં હતાં.

ગોડે કોલેજ નજીક ઘાટખેડા તળાવ  ખાતે સર્જાયેલી દુર્ઘટનામાં  ૧૬ વર્ષીય સોનાલી જોશી, ૧૨ વર્ષીય માનવ જોશી, ૨૧ વર્ષીય પાયલ પંડિત અને ૧૩ વર્ષીય યશ કાકણેનું મોત નીપજ્યું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, ખોલપુરી ગેટ વિસ્તારના રહેવાસી જોશી પરિવાર અને તેમના નજીકના સંબંધીઓ એમ કુલ દસ તરુણ અને તરુણીઓનું જૂથ  વેકેશન હોવાથી ઈન્સ્ટાગ્રામ પરથી પિકનિકનું સ્થળ શોધ્યા બાદ રવિવારે અમરાવતીના ઘાટખેડા તળાવ પાસે પિકનિક અને ડબ્બા પાર્ટી માટે ભેગું થયું હતું અને બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ ભોજન કર્યા બાદ જૂથે સેલ્ફી અને ગુ્રપ ફોટો લેવાનું શરુ કર્યું હતું.

દરમિયાન જૂથમાંથી માનવ અને સોનાલી તળાવમાં તરવા માટે પાણીમાં પ્રવેશ્યા હતા.  જો કે, માનવ ડૂબવા લાગ્યો હતો. આથી પાયલ અને યશ માનવને બચાવવાના પ્રયાસમાં પાણીમા ંકૂદી પડયા હતા. દરમિયાન સોનાલી પણ તેના ભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, તળાવની અંદર પાણીના ઊંડાણનું ચોક્કસ અંદાજ ન રહેતા ભાઈ- બહેન સહિત ચારેય ડૂબી ગયા હતા. ચારેયને ડૂબતા જોઈને કિનારે રહેલા અન્ય લોકો ચીસાચીસ કરી મૂકી હતી. જેથી  ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિકો, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા  સાંજે ચારેય મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ફ્રેઝપુરા પોલીસે આ મામલે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.