કળંબોલી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
શારીરિક તપાસ દરમિયાન ચારેય પાસેથી ઈન્જેક્શન મળી આવ્યાં
મુંબઈ - નવી મુંબઈમાં પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન ચાર ઉમેદવારોએ સ્ટેરોઈડના ઈન્જેક્શન લઈને શારીરિક પરીક્ષા આપી હોવાની ઘટના પ્રકાશમા આવતા ચારેય ઉમેદવારો સામે કાર્યાવહી કરવામાં આવાતા કળંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તેમની અટકાયત કરવામાં આવી હતી.
આ ઘટના સોમવારે ૮.૪૫ વાગ્યે કલંબોલી સ્થિત પોલીસ મુખ્યાલયમાં પ્રકાશમાં આવી હતી. કલંબોલી પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં પુણેનો રહેવાસી ૨૯ વર્ષીય આકાશ પાનસરે અને આહિલ્યાનગરના રહેવાસી ૨૧ વર્ષીય સુયોગ હોલ, ૨૬ વર્ષીય સુનીલ કડુસ્કર અને ૩૦ વર્ષીય સંકેત ડોંગરે સામે કેસ નોંધવામાં આવ્યો હતો
મુંબઈ સહિત રાજ્યભરમાં પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે નવી મુંબઈના કલંબોલી (રોડપલી) સ્થિત પોલીસ મુખ્યાલયમાં શારીરિક કસોટી દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવી હતી. વર્ષ ૨૦૨૪ -૨૦૨૫ માટે આ ભરતી પ્રક્રિયામાં પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવર, પોલીસ કોન્સ્ટેબલ અને બેન્ડમેન સહિત કુલ ૫૨૭ વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ભરતી માટે લગભગ ૫૪ હજાર ઉમેદવારોએ અરજી કરી હતી.
દરમિયાન સોમવારે તમામ ઉમેદવારો શારીરિક પરીક્ષણ માટે મેદાન પર આવ્યા હતા. આ સમયે તપાસ કરતી વખતે ચાર આરોપીઓ પાસેથી સોય સાથે ખાલી ઈન્સ્યુલિનની સિરીંજ મળી આવી હતી. તેમની બેગની તપાસ કરતા આવતા કોઈ સ્ટેરોઈડ કે કોઈ અન્ય ઉત્તેજક દવા મળી આવી ન હતી.તેથી એવી આશંકા છે કે તેઓએ તપાસ કરતા પહેલા આ દવાઓ ફેંકી દીધી હશે.
આ ઘટના બાદ કલંબોલી પોલીસ સ્ટેશનમાં ચારેય ઉમેદવારો સામે ભારતીય ન્યાય સંહિતા અને ડ્રગ્સ અને કોસ્મેટિક એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને ચારેયને પોલીસ તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.


