Get The App

અમરાવતીમાં યુવતીઓની સેંકડો અ¹લીલ ક્લિપ વાયરલ કરનારા 4 ઝડપાયા

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
અમરાવતીમાં યુવતીઓની  સેંકડો અ¹લીલ ક્લિપ વાયરલ કરનારા 4 ઝડપાયા 1 - image

 યુવતીઓની જાતીય સતામણીના આરોપો અંગે  એસઆઈટીની રચના ૧૮૦

સ્નેપચેટ તથા વ્હોટસ એપ ગૂ્રપો બનાવી એક વર્ષથી રેકેટ ચલાવાતું હતું  ઃ જોકે, મોડે સુધી કોઈ પીડિતા દ્વારા પોલીસ ફરિયાદ નહીં

મુંબઈ -       અમરાવતીમાં થયેલા જાતીય શોષણ કેસમાં હવે ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે.આ કેસમાં ૧૯ વર્ષીય અયાન અહેમદ તનવીરની છોકરીઓને લલચાવવા અને તેમના વાંધાજનક ફોટા અને વીડિયો ઓનલાઈન શેર કરવાના આરોપસર ધરપકડ કર્યા બાદ  તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે અન્ય ત્રણને પકડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે.  

     આ આરોપોની તપાસ અમરાવતી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ  (ગ્રામીણ) વિશાલ આનંદ દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ (એસઆઈટી) દ્વારા કરવામાં આવશે. આ ટીમમાં ૧૧  પોલીસ અધિકારીઓ અને ૩૬  કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જેનું નેતૃત્વ આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા કરવામાં આવે છે.

     રાજ્યસભાના સભ્ય અમરાવતીના અનિલ બોંડેએ  સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન  ટીમ દ્વારા  કેસની તપાસની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ અયાન અહેમદ તનવીર અહેમદ તરીકે થઈ છે.જે અમરાવતી જિલ્લાના પરતવાડાનો રહેવાસી છે. ૧૧ એપ્રિલે તેને કેટલીક યુવતીઓ  અને સગીરાઓ  સાથેના અ¹લીલ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

      પ્રથમ દ્રષ્ટિએ  મોટાભાગની પીડિતાઓ  સગીર લાગે છે.  આરોપીઓએ કથિત રીતે તેમને લલચાવ્યા, તેમની ઇચ્છા વિરુદ્ધ અ¹લીલ ફોટા અને વીડિયો લીધા અને પીડિતોને બદનામ કરવા માટે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા, એમ પરતવાડા પોલીસે જણાવ્યું હતું. 

     પોલીસે આરોપીનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને પુરાવા માટે તેની તપાસ કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.તપાસ દરમિયાન આરોપીના મોબાઇલ ફોનમાંથી મોટી સંખ્યામાં અ¹લીલ વીડિયો મળી આવ્યા હોવાનું કહેવાય છે. આ વીડિયો અન્ય સાથીઓને મોકલવામાં આવ્યા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. એવું પણ બહાર આવ્યું છે કે કેટલાક વીડિયો પહેલાથી જ સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા છે. 

     આરોપીએ પુરાવાનો નાશ કરવા મોબાઇલ ફોનમાંથી ડેટા ડિલીટ કરી દીધો છે, પરંતુ સાયબર નિષ્ણાતોની મદદથી તેને પુનઃપ્રાપ્ત કરવા માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. એવું બહાર આવી રહ્યું છે કે આરોપીએ  પ્રેમસંબંધના  બહાને છોકરીઓને તેની જાળામાં ફસાવી  જાતીય શોષણ કર્યું હતું. આ રેકેટ છેલ્લા એક વર્ષથી ચાલી રહી હોવાનું કહેવાય છે

     પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૪ (અ¹લીલ સામગ્રીનું વેચાણ, વિતરણ) એક્ટની કલમ ૮ અને ૧૨  તેમજ આઇટી એક્ટ  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે કોઈ પણ પીડિતે પોલીસનો સંપર્ક કર્યો નથી.   પોલીસે પીડિતો અને તેમના પરિવારોને આગળ આવવા અને આ કેસમાં સહયોગ કરવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે તેમની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. 

   પોલીસે ઉમેર્યું હતું કે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી શરૃ કરવામાં આવશે.

    મીડિયા સાથે વાત કરતા, સાંસદ બોંડેએ દાવો કર્યો હતો કે આ કેસમાં કેટલાક અન્ય લોકો પણ સામેલ છે.

     તેમણે દાવો કર્યો હતો કે  ગેંગે આવા ગુનાઓ માટે સ્નેપચેટ અને વોટ્સએપ ગૂ્રપ બનાવ્યાં હતાં.