આઈઆઈટી બોમ્બેના વિજ્ઞાાનીઆએ ે નવી ટેકનિક વિકસાવી
રોબોટિક સર્જરીની સુવિધા ઉપલબ્ધ ન હોય તેવી નાના શહેરોની અને નાની કે સરકારી હોસ્પિટલોના દર્દીઓની સારવારમાં ફાયદો મળશે
મુંબઈ - સ્ટાન્ડર્ડ ટુ ડી વીડિયોના આધારે પણ સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ શરીરના અંગમાં થ્રીડી સ્પેસમાં ક્યાં પહોંચ્યું છે અને શું કામ કરી રહ્યું છે તે સરળતાથી ટ્રેક કરી શકાય તેવી ટેકનિક વિકસાવવામાં આઈઆઈટી બોમ્બેના વિજ્ઞાાનીઓને સફળતા મળી છે.
આજકાલ મોટાભાગના સર્જનો તથા દર્દીઓ પણ લેપ્રોસ્કોપિક સર્જરી પસંદ કરે છે. તેને કી હોલ સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકભાષામાં તેને દૂરબીનના આધારે થતી સર્જરી કહેવાય છે. એક નાનું છિદ્ર પાડી તેમાં સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટ ઉતારી થતી આ સર્જરીમાં દર્દીને ઓછી પીડા થાય છે, રક્તસ્ત્રાવની સંભાવના નહીંવત્ત હોય છે અને રિકવરી પણ ઝડપથી આવે છે.
જોકે, હાલ થતી આવી સર્જરીમાં સર્જનો શરીરમાં થ્રીડી સ્પેસમાં એક નાનું ટૂલ ઉતારે છે અને પછી આ ટૂલને અંદર ગાઈડ કરવા માટે રોબોટિક ઓજાર દ્વારા તેનું સંચાલન કરે છે. આ સમયે આ ટૂલ ખરેખર શરીરમાં ક્યાં શું કામ કરી રહ્યું છે તે જોવા માટે તેમણે આ સાધન સાથે જોડાયેલા એક નાનકડા કેમેરા દ્વારા ઉતારાયેલા ટુ ડી વીડિયો જોઈ જોઈને જ મોટાભાગે પોતાના અનુભવ અને કુશળતા પર જ આધાર રાખવાનો હોય છે.
મોટાં શહેરોની આધુનિક હોસ્પિટલોમાં રોબોટિક સર્જરીની સગવડો હોય છે જ્યાં ઓપરેશન ટેબલ પર થ્રી ડી વિઝ્યુલાઈઝેશનની સુવિધા હોય છે. પરંતુ, આ સગવડ બહુ જ ખર્ચાળ છે.
પરંતુ, હવે આઈઆઈટી બોમ્બેના વિજ્ઞાાનીઓએ ડો. શુભાંગિની નેમા તથા પ્રોફેસર લીના વાચ્છાણી અને અભિષેક માથુરે એક નવી સોફ્ટવેર ટેકનિક વિકસાવી છે. તેના આધારે સ્ટાન્ડર્ડ ટુ ડી વીડિયો ફીડના આધારે જ સર્જિકલ ઈન્સ્ટ્રુમેન્ટસનું શરીરમાં થ્રીડી ટ્રેકિંગ શક્ય બને છે. આથી, બહુ ખર્ચાળ સેન્સર્સ કે હાઈ એન્ડ કમ્પ્યુટિંગ ઉપકરણોની જરુર રહેતી જ નથી,
આ ટેકનિકમાં બહુ મૂળભૂત ભૂમિતિનો આધાર લેવાયો છે. ડો. નેનાના જણાવ્યા અનુસાર તેમણે સર્જિકલ ટૂલ્સને ભૌમિતિક આકાર તરીકે ધારી લેતાં સરળ અલ્ગોરિધમનો ઉપયોગ કર્યો છે. તેઓ ટુ ડી વિડીયોમાં બાઉન્ડિંગ બોક્સીસનો ઉપયોગ કરી કદ, આકાર, સ્થાન તથા કોણમાં કેવા ફેરફારો થાય છે તેનું પૃથ્થકરણ કરી શકાય છે. દ્રષ્ટીકોણના સિદ્ધાંતોને આધારે સર્જિકલ ટૂલ કેટલી ઊંડાઈએ છે , તે ક્યાં ક્યાં ફરે છે અને કેવી હિલચાલ કરે છે તેનુ ંથ્રી ડીમાં ટ્રેકિંગ કરી શકાય છે.
ડો. નેમાએ કહ્યું હતું કે એક જ કેમેરાથી જોવામાં આવે તો અનેક થ્રીડી રચનાઓ એકસરખું જ પ્રોજેક્શન આપી શકે છે. આ મર્યાદાને દૂર કવા માટે અમે ભૌમિતિક રેખાઓ તથા અંતર આધારિત કોણોનો ઉપયોગ કરી તે રીતે પારખવાની જગ્યાઓને ચોકસાઈપૂર્વક અંકિત કરવાની મેથડ અજમાવી છે. ગતિ સાતત્ય અને સાધનના પરિચિત ડાયમેન્શનને ઉમેરીને અમે આ વિડીયોમાં વર્તાતી અસ્પષ્ટતાઓ દૂર કરી છે. તેનાથી વધારે સ્થિર અને સચોટ રીતે થ્રીડી પરિમાણનો અંદાજ મળે છે.
આ સમગ્ર સિસ્ટમ એક સાધારણ કોમ્પ્યુટર પ્રોસેસર પર પણ ચલાવી શકાય છે. તેના માટે બહુ જટિલ ગ્રાફિકસ હાર્ડવેરની જરુર નથી. તેમાં દર સેકન્ડે ૫૦ વિડીયો ફ્રેમ પ્રોસેસ કરી શકાય છે.
વિજ્ઞાાનીઓ હવે આ મોડલ પર સર્જનોને તાલીમ આપવા માટે એક પ્રાયોગિક સેટ અપ ગોઠવવાનું વિચારી રહ્યા છે.


